જૂનાગઢ: ઢોળવા ગામમાં પાવડાના ઘા મારી આધેડની કરાઈ હત્યા

0
15

રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના જૂનાગઢથી સામે આવી છે. જ્યાં નજીવી બાબતમાં પાવડાના ઘા મારી ગ્રામજનની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર જૂનાગઢના ઢોળવા ગામમાં નજીવી બાબતમાં નાનજીભાઇના માથાના ભાગે પાવડાના ઘા મારી શખ્શો ફરાર થઇ ગયા હતા. જે બાદ ગ્રામજનોએ 108 મારફતે નાનજી ભાઇને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર ન કરવામાં આવતા તેમને અન્ય જગ્યાએ સારવાર માટે રીફર કરતા રસ્તા તેમનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here