Saturday, September 18, 2021
Homeજૂનાગઢ : રોડ-રસ્તા પહોળા કરવા તંત્રનો નિર્ણય
Array

જૂનાગઢ : રોડ-રસ્તા પહોળા કરવા તંત્રનો નિર્ણય

કેશોદથી વાયા પાડોદર થઇ બામણાસા જવા ટુંકા રસ્તાં પર રોડ કાંઠાના ખેડુતોએ માટી મોરમના પાળા બનાવી નાખી દબાણ કર્યું છે. પેશકદમીની રોજબરોજની ગેરકાયદેસર પ્રવૃતીથી તંગ આવી તંત્ર ઝડપથી દબાણ હટાવે તેવી રાહદારીઓ માંગ છે.

આ અંગે ઘણા સમય પહેલાં બામણાસા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત માર્ગ અને મકાન વિભાગને દબાણ હટાવી રસ્તો પહોળો કરવા અરજી આપી હતી. જે અનુસંધાને તંત્રએ ખર્ચની જોગવાઇ ન હોય પાળા દુર કરવા ખુબ વિલંબ કર્યો હતો. હવે જ્યારે આ રકમ મંજુર થઇ છે ત્યારે તંત્ર ટુંક સમયમાં પોલીસ રક્ષણ સાથે પાળા હટાવશે તેવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. મામલતદાર અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ કચેરીના વાતચીતના અંશમાંથી એવી પણ વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

સરકારે ખર્ચ મંજુર કર્યો

કેશોદ પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું કે આ રસ્તા પર દબાણ દુર કરવા સરકારે ખર્ચ મંજુર કર્યો છે. ટુંક સમયમાં પોલીસ રક્ષણ માંગી દબાણ હટાવાશે.

દબાણકર્તાઓ પર બોજો નાખશું

કેશોદ મામલતદારે રોડ કાંઠાના ખેડુતો દ્વારા કરાતુું દબાણ જેના લીધે સરકાર પર પડતાં ભારણ અંગે જો પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેખિત જાણ કરાશે તો દબાણકર્તાઓ પર બોજો નાખશું તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments