Saturday, September 18, 2021
Homeજૂનાગઢ : ટેક્સ શાખામાંથી ચોરી કરનાર આરોપી 1 વર્ષ બાદ ઝડપાયો
Array

જૂનાગઢ : ટેક્સ શાખામાંથી ચોરી કરનાર આરોપી 1 વર્ષ બાદ ઝડપાયો

તાલાલા નગરપાલિકાની ટેક્સ શાખામાં ફરજ બજાવતો જવાબદાર ક્લાર્ક હરેશ મોહનભાઈ કોટેચા પાલિકાની ટેક્સ શાખાના ભરણામાં આવેલ કુલ રૂ.10 લાખ 77 હજાર 173 ની ઉચાપત કરી એક વર્ષથી નાસતો ફરતો હોવાથી પોલીસ શોધી રહી હતી. દરમ્યાન આરોપી કર્મચારીને ટેકનિક્લ સોર્સના માધ્યમથી મળેલ માહિતીના આધારે તાલાલા પોલીસે પોરબંદરથી ઝડપી લીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે, તાલાલા નગર પાલિકાના ટેક્સ શાખામાં ફરજ બજાવતો કર્મચારી હરેશ કોટેચાએ સને 2017-18 ના વર્ષમાં પહોંચ નં.4201 થી 4300 નંબરથી જમા લીધેલ નાણા રૂ.2 લાખ 4 હજા૨ 082 તથા સને.2108-19 ના હિસાબી વર્ષમાં ટેક્સની આવેલ રૂ.8 લાખ 73 હજા૨ 091 જમા લઈ કુલ રૂ.10 લાખ 77 હજા૨ 173 રૂપિયાની ઉચાપત કરી હોવાનું અગાઉ સામે આવ્યું હતું. જેના આધારે એક વર્ષ પહેલા તાલાલા નગરપાલિકાના ઈન્ચાર્જ મહિલા ચીફ ઓફીસરની સૂચનાથી ટેક્સ શાખાના કર્મચારી હરેશ સામે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ત્યારબાદ પાલિકાના ટેક્સ શાખાના કર્મચારીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારથી છેલ્લા એક વર્ષથી આરોપી કર્મચારી નાસતો ફરતો હતો. દરમ્યાન તાલાલા પોલીસને ટેકનીકલ સોર્સના આધારે મળેલ માહિતીના આધારે આરોપી હરેશ કોટેચાને પોરબંદર ખાતેથી પકડી પાડયો હતો. કર્મચારીએ તેના અંગત આર્થિક લાભ મેળવવા માટે નાણાની ઉચાપત કર્યાનું પોલીસની પ્રાથમીક પૂછપરછમાં કબુલ કર્યુ હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments