IPL 2020 : DC vs MI : ટૂર્નામેન્ટની બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે જંગ, રોહિતને મળશે અય્યરનો પડકાર

0
0

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હાલની સીઝનમાં સતત સારૂ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે જ્યારે આમને-સામને હશે તો આ મોટા જંગમાં ઘણા મહારથિઓના આપસી મુકાબલા પર પણ નજર રહેશે. બંન્નેના બેટિંગમાં ટોપ ક્રમ મજબૂત છે અને મધ્યક્રમ ખુબ મજબૂત. આ સાથે બંન્નેની પાસે ધારદાર બોલિંગ આક્રમણ છે. જો કોઈ મામલામાં એક ટીમનું પલડું ભારે છે તો તે ફાસ્ટ બોલરોના અનુભવના મામલામાં મુંબઈ ઈન્ડિયન્સનું. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

મુંબઈની પાસે ઘાતક બોલર, લેશે દિલ્હીની પરીક્ષા
જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની પાસે વર્ષોનો અનુભવ છે અને તે નિર્ણાયક સાબિત થઈ શકે છે. તેનું મહત્વ તે છે કે શિખર ધવને દિલ્હીને સારી શરૂઆત અપાવવી પડશે. ઘણી મેચોમાં સારી શરૂઆત છતાં તે મોટી ઈનિંગ રમી શક્યો નથી. આ મોટા મુકાબલામાં તેની પાસે વધુ આશા હશે. પૃથ્વી શો અને રિષભ પંતની આ પ્રથમ પરીક્ષા હશે જેણે બુમરાહ અને બોલ્ટનો સામનો કરવો પડશે.

દિલ્હી પણ દમદાર
દિલ્હી માટે સારી વાત શિમરોન હેટમાયરનું ફોર્મમાં આવવું રહી જેણે રોયલ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન શ્રેયસ અય્યર ખુદ ફોર્મમાં છે અને જોવાનું રહેશે કે રોહિત શર્મા એન્ડ કંપની સામે તે કેવી કેપ્ટનશિપ કરે છે. મુંબઈની પાસે હાર્દિક પંડ્યા અને કીરોન પોલાર્ડ જેવા ઓલરાઉન્ડર છે જે પોતાની ક્ષમતાથી મેચનું પરિણામ બદલી શકે છે. ક્રુણાલ પંડ્યા પણ નિર્ધારિત ભૂમિકામાં ઉપયોગી સાબિત થયો છે.

રબાડા અને અશ્વિન કરી રહ્યાં છે કરિશ્મા
દિલ્હીની પાસે કગિસો રબાડા અને એનરિચ નોર્ત્જેના રૂપમાં ફોર્મમાં ચાલી રહેલ ફાસ્ટ બોલર છે. તો રવિચંદ્રન અશ્વિને પણ પ્રભાવી સ્પિન બોલિંગ કરી છે. ઈજાગ્રસ્ત અમિત મિશ્રાની કમી અક્ષર પટેલે પૂરી કરી દીધી છે. અબુધાબીના મોટા મેદાન પર 170નો સ્કોર સારૂ કહેવાશે પરંતુ મુંબઈ અને દિલ્હીના બેટ્સમેનોને જોતા 200 રનનો સ્કોર પણ સુરક્ષિત નથી.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.

દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here