Thursday, April 18, 2024
Homeબી ધ રિઅલ મેન : જુનિયર એનટીઆરે ઘરના કામો કરીને ચિરંજીવી-નાગાર્જુનને નોમિનેટ...
Array

બી ધ રિઅલ મેન : જુનિયર એનટીઆરે ઘરના કામો કરીને ચિરંજીવી-નાગાર્જુનને નોમિનેટ કર્યાં

- Advertisement -

હૈદરાબાદ. તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરે ફિલ્મમેકર એસ એસ રાજમૌલિની ચેલેન્જનો સ્વીકાર કરીને ઘરના કામ કરતો હોય તેવો વીડિયો શૅર કર્યો છે.

જુનિયર એનટીઆર ઘરના કામ કરતો જોવા મળ્યો

વીડિયો શૅર કરીને જુનિયર એનટીઆરે કહ્યું હતું કે જ્યારે તમે કામનો ભાર હળવો કરો છો ત્યારે ઘણી જ મજા આવે છે. જુનિયર એનટીઆરે નાગાર્જુન, ચિરંજીવી, વેંકટેશ તથા સિવાને ‘બી ધ રિઅલ મેન’ માટે ચેલેન્જ આપી છે. વીડિયોમાં એક્ટર પોતું મારતો, વાસણો લુછતો તથા ગાર્ડનમાં સાફ-સફાઈ કરતો જોવા મળ્યો હતો.

જુનિયર એનટીઆરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે રાજમૌલિની ફિલ્મ ‘RRR’માં જોવા મળશે. આ ફિલ્મમાં રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 8 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

‘અર્જુન રેડ્ડી’ ફૅમ સંદીપ વાંગાએ ટ્રેન્ડ શરૂ કર્યો

હાલમાં જ ‘અર્જુન રેડ્ડી’ ફૅમ સંદીપ રેડ્ડી વાંગાએ ઘરના કામ કરતા હોય તેવો વીડિયો શૅર કર્યો હતો અને ડિરેક્ટર એસ એસ રાજમૌલિને ચેલેન્જ આપી હતી. સંદીપ વાંગાએ ટ્વિટર પર વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે વાસણ ધુએ છે, કચરા-પોતા કરે છે અને બારીઓ સાફ કરે છે. આ વીડિયો પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું, પુરુષ સારો ડોમેસ્ટિક વર્કર બની શકે છે અને સાચો પુરુષ ક્વૉરન્ટીન તથા કામવાળા ના આવતા હોય તેવા સમયે તે ક્યારેય પોતાની મહિલાને એકલા બધું કામ ના જ કરવા દે. ઘરના કામોમાં મદદ કરો. રાજમૌલિએ આ ચેલેન્જ સ્વીકારી હતી અને તેમણે પણ ઘરના કામ કરતાં હોય તેવો વીડિયો શૅર કર્યો હતો અને બીજા પાંચને આ ચેલેન્જ આપી હતી. એસ એસ રાજમૌલિએ ઘરના કામ કરતો વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે સૌ પહેલાં કચરો વાળે છે, પછી પોતું કરે છે. બારી-બારણા સાફ કરે છે. તેમણે હવે બીજા પાંચ લોકોને આ પ્રકારનો વીડિયો શૅર કરવાની ચેલેન્જ આપી હતી. આ પાંચમાં જુનિયર એનટીઆર, રામ ચરણ તેજા, શોબુ, સુકુમાર તથા એમ એમ કિરાવાણીને ટેગ કર્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular