સોમવારે રાતે 8 વાગ્યા પહેલાં ગુરુ-શનિનું કંજક્શન જોઇ શકાશે : 397 વર્ષ પછી આ બંને ગ્રહ એકબીજાની ખૂબ જ નજીક રહેશે.

0
18

ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ આજની રાત ખૂબ જ ખાસ છે. 21 ડિસેમ્બરની રાતે ગુરુ ગ્રહ અને શનિ એકદમ પાસે રહેશે. આ બંને વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનું જ અંતર રહેશે. આ ઘટનાને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે. 21 તારીખના રોજ એટલે આજે વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે.

ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂના જણાવ્યાં પ્રમાણે દર 20 વર્ષે ગુરુ અને શનિ નજીક આવે છે. પરંતુ આ વર્ષે આ ગ્રહોની વચ્ચેનું અંતર 0.1 ડિગ્રી રહેશે. આવું લગભગ 400 વર્ષ પછી બની રહ્યું છે. આ પહેલાં 1623માં આ બંને ગ્રહ આટલાં નજીક આવ્યાં હતાં. આ વર્ષ પછી 15 માર્ચ 2080ની રાતે ગુરુ-શનિ આટલાં નજીક જોવા મળશે.

આ બંને ગ્રહોને કેવી રીતે ઓળખી શકાશે?

હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જોડ જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ જૂપિટર છે અને ઓછો ચમકતો ગ્રહ સેટર્ન છે. આ બંને ગ્રહ લગભગ 8 વાગે અસ્ત થઇ જાય છે એટલે 8 વાગ્યા પછી જોવા મળતાં નથી. એટલે તેમને 8 વાગ્યા પહેલાં જ જોઇ શકાય છે. આજે રાતે ગુરુ-શનિ એકસાથે જોવા મળશે.

ગ્રેટ કંજક્શન કેવી રીતે થાય છે?

સૌર મંડળનો પાંચમો ગ્રહ ગુરુ અને શનિ છઠ્ઠો ગ્રહ છે. જૂપિટર એટલે ગુરુ ગ્રહ 11.86 વર્ષમાં સૂર્યની પરિક્રમા કરે છે. શનિને લગભગ 29.5 વર્ષ સૂર્યની પરિક્રમા કરવામાં લાગે છે. દર વર્ષે 19.6 વર્ષમાં આ બંને ગ્રહો નજીક આવે છે, જેને આકાશમાં સરળતાથી જોઇ શકાય છે. આ સ્થિતિને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે.

આ પહેલાં 2000માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જોઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન 5 નવેમ્બર 2040ના રોજ, 10 એેપ્રિલ 2060ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here