12 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ, લોકોની બીમારીઓ સામે લડવાની શક્તિ વધશે

0
6

ગુરુ ગ્રહ 6 એપ્રિલથી મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. હવે 12 વર્ષ પછી તે ફરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વર્ષ 2021માં ગુરુનું આ પ્રથમ રાશિ પરિવર્તન હશે. અત્યાર સુધી દેવતાઓના ગુરુ અર્થાત બૃહસ્પતિ પોતાની રાશિમાં શનિ સાથે હતા. હવે શનિની જ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે 13 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન 20 જૂને તે વક્રી રહેશે. ત્યારબાદ તે 14 સપ્ટેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓક્ટોબરે તેની સીધી ચાલ રહેશે અને 20 નવેમ્બરે ફરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

બીમારી સામે લડવાની તાકાત વધશે

ચૈત્ર મહિનામાં ગુરુનાં રાશિ પરિવર્તનથી લોકોમાં કુશળતા અને રાજાઓમાં કોમળતા વધશે. અર્થાત ગુરુ ગ્રહને લીધે દેશના મોટો મંત્રીઓ અથવા પ્રસાશનના અધિકારીઓનો વ્યવહાર સારો રહેશે. આ ગ્રહને કારણે પાક સારો રહેશે. ગુરુના રાશિ પરિવર્તનથી લોકોમાં બીમારીઓ સામે લડવાની તાકાત વધશે. શેર માર્કેટમાં ઉતાર ચઢાવ રહેશે.

ગુરુને કારણે રાજકીય ઉથલ પાથલ

શનિની રાશિમાં ગુરુ આવવાથી લોકોની મુશ્કેલી વધી શકશે. દેશના પૂર્વ રાજ્યોમાં ઉપદ્રવ થવાની આશંકા છે. શિક્ષણ ક્ષેત્રે અનિયમિતતા નહિ આવે. રાજકીય ઉથલ પાથલ બની રહેશે. ષડયંત્ર પણ વધારે રહેશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉત્સાહ નહિ રહે. વેપારીઓ માટે ચિંતાનો સમય રહેશે. ધાર્મિક વિવાદ થવાની આશંકા છે.

શુભ: મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર

કુંભ રાશિમાં ગુરુના પ્રવેશથી મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે. આ રાશિના જાતકોને ધન લાભ થશે. કામકાજની બાધાઓ દૂર થશે. આગળ વધવાની તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

સામાન્ય: વૃષભ, કન્યા અને ધન

વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકો પર તેની અસર સામાન્ય રહેશે. આ 3 રાશિના જાતકોએ સમજી વિચારીને નિર્ણય લેવા. પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ રાશિના જાતકોએ વધારે મહેનત કરવી પડશે. આ રાશિના લોકોને અધિકારીઓની મદદ મળશે. આગળ વધવાના અવસર મળશે.

અશુભ: કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન

કુંભ રાશિમાં ગુરુ આવવાથી કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના જાતકોના માંગલિક કાર્યોમાં અવરોધ આવી શકે છે. આ રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. કોઈ નવા કાર્યો ન કરવા. ધારેલાં કામ પૂરાં ન થવા પર માનસિક તણાવ વધી શકે છે. લેણ દેણ અને રોકાણમાં સાવચેતી રાખવી. બિઝનેસ અને નોકરીમાં ફેરફારના યોગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here