વજન ઘટાડાવા માટે માત્ર 4 સરળ ટીપ્સ

0
21

જાડાપણુ ઘટાડવાની દરેકને ઈચ્છા હોય છે જો તમે પણ જલ્દી જ વજન ઓછુ કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા બસ કરી લો આ કામ. ફાયદો જાણીને ચોંકી જશો..

ટિપ્સ

ગ્રીન ટી પીવો – રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી ખૂબ જ લાભકારી હોય છે. શરીરમાં ચરબી ઘટાડવાનુ કામ દિવસ-રાત ચાલતુ રહે છે. રાત્રે ગ્રીન ટી પીવાથી મેટાબોલિજ્મ વધે છે. જેનાથી રાતભર વજન ઘટતુ રહે છે.

લીલા મરચા ખાવ – અનેક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે જાડાપણુ ઘટાડવામાં લીલા મરચાની મુખ્ય ભૂમિકા છે. રાતના ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવાથી પણ આખી રાત વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

સફેદ વસ્તુઓનુ બિલકુન ન કરો સેવન – સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, ચોખા, મેદો વગેરેથી પરેજ કરવુ જ સારુ છે. તેમા રહેલ તત્વ ઈંસુલિનની માત્રા વધારે છે. રાત્રે સફેદ વસ્તુઓ ખાવાથી શરીરમાં ફૈટ જમા થાય છે અને ધીરે ધીરે જાડાપણુ વધે છે.

પૂરતી ઉંઘ લો – પૂરી અને સારી ઉંઘ એક સારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. પૂરી ઉંઘ લેવાથી પણ શરીરનુ મેટાબોલિજ્મ વધે છે. અને ફૈટ જલ્દી બર્ન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here