માત્ર અડધી ચમચી હળદરમાં ઉમેરો આ 1 વસ્તુ, કાળી ત્વચા થશે ગોરી

0
36

આપણી લાઇફસ્ટાઇલ વ્યસ્ત અને ભાગદોડ ભરેલી બની ગઇ છે જેમાં આપણે આપણા ચહેરાની સંભાળ રાખવાનું ભુલી જ ગયા છીએ. પરંતુ આપણા ઘરમાં જ એવા સરળ નુસખા હોય છે જેનો ઉપયોગ કરીને આપણે આપણી ત્વચા અને ખાસ કરીને ચહેરામાં રોનક લાવી શકીએ છીએ. જો તમે પણ તમારા ચહેરાને ગોરો તથા ડાઘ-ધબ્બા વિનાનો બનાવવા માંગતા હોવ તો આજથી ઉપયોગ કરવા લાગો આ ચંદન-હળદરનો ફેસપેક….

સામગ્રી

2 ચમચી – ચણાનો લોટ
2 ચમચી – ચંદનનો પાવડર
1/2 ચમચી – હળદર
એક ચપટી – કપૂર
સાદુ પાણી, દૂધ અથવા ગુલાબ જળ

ઉપાય

ચણાનો લોટ, ચંદન પાઉડર, ક્પૂર અને હળદર સાદા પાણીમાં, દૂધ કે ગુલાબજળમાં ભેગું કરી જાડી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ચહેરા પર સરખી રીતે લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા ફેસને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ આ ફેસપેકનો જો તમે રોજ યુઝ કરશો તો તમારો ફેસ એકદમ ચમકી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here