Thursday, October 21, 2021
Homeસૂતા પહેલાં પોતાને આપો બસ 15 મિનિટ, આ રીતે ચમકવા લાગશે ચહેરો
Array

સૂતા પહેલાં પોતાને આપો બસ 15 મિનિટ, આ રીતે ચમકવા લાગશે ચહેરો

અનહેલ્ધી ખોરાક અને સાથે સ્કીનની દેખભાળ ન કરવાના કારણે સ્કીન સૂકી અને બેજાન થઇ જાય છે. આ સૂકી સ્કીનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકાય છે. તેના માટે ઘરમાં જ કેટલાક ઉપાયો અપનાવી શકાય છે. તેનાથી સ્કીન ચમકવા લાગે છે. આ એવા ઉપાયો છે જેને રાતે સૂતા પહેલાં કરવા જોઇએ. આજે જાણો 8 હોમમેડ નાઇટ ક્રીમને વિશે જેનાથી સ્કીનનો ગ્લો વધારી શકાય છે.

  • સૂતા પહેલાં પોતાને આપો 15 મિનિટ
  • ચમકવા લાગશે તમારો ચહેરો
  • સ્કીનનો ગ્લો વધારવામાં મદદ કરશે આ ચીજો

સફરજન

બે સફરજનના બીજ કાઢીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરીને તેને ધીમી આંચ પર ગરમ કરો, ઠંડું થાય ત્યારે તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને રોજ રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

બદામ તેલ

એક ચમચી બદામ તેલ અને બે ચમચી કોકોઆ બટર મિક્સ કરીને તેને ગરમ કરી લો. ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી ગુલાબજળ અને મધ મિક્સ કરો, તેને રોજ સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ગ્રીન ટી

એક એક ચમચી બદામ તેલ અને મધને મિક્સ કરો. ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી પીસેલી ગ્રીન ટી,ગુલાબજળ અને અલોવેરા જેલ મિક્સ કરો. તેને રેગ્યુલર રીતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ઓલિવ ઓઇલ

અડધા કપ ઓલિવ ઓઇલમાં બે ચમચી નારિયેળ તેલ અને એક ચમચી મધ મિક્સ કરીને ગરમ કરો. ઠંડ઼ું થાય ત્યારે તેમાં બે વિટામિન ઇની કેપ્સ્યૂલ મિક્સ કરો. તેને રેગ્યુલર રીતે રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ગ્લિસરીન

એક એક ચમચી બદામ અને નારિયેળ તેલને મિક્સ કરીને ગરમ કરો, ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

અલોવેરા

બે બે ચમચી અલોવેરા જેલ, લેવેન્ડર ઓઇલ અને ગુલાબજળને મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

મિલ્ક ક્રીમ

એક એક ચમચી મિલ્ક ક્રીમ, ગુલાબજળ, ઓલિવ ઓઇલ અને ગ્લિસરીન મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

કોકો બટર

બે ચમચી કોકો બટર, એક એક ચમચી ઓલિવ ઓઇલ અને નારિયેળ તેલને મિક્સ કરીને ગરમ કરો. ઠંડું થાય એટલે તેને ફેસ પર લગાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments