રોજ રાત્રે સૂતાં પહેલાં માત્ર 1 ચમચી સેવન કરો આ ચૂર્ણનું, દડા જેવું પેટ પણ થઈ જશે સપાટ

0
33

દિવસના 24 કલાક દરમિયાન બે સમય એવા છે, જ્યારે આપણું વઝન ઝડપથી ઘટે છે. એક જ્યારે કસરત કરીએ ત્યારે અબે બીજો, જ્યારે સૂતા હોઇએ ત્યારે. એટલે જ રાત્રે સૂતાં પહેલાં હળવું ભોજન કરી આ એક ખાસ ચૂર્ણનું સેવન કરવામાં આવે તો વજન ખૂબજ ઝડપથી ઘટે છે.

વધુમાં જો આ ચૂર્ણ રોજ સૂવાના 2-3 કલાક પહેલાં લેવામાં આવે તો તેનો બમણો ફાયદો મળે છે. આ ચૂર્ણ પાચનતંત્ર મજબૂર બનાવે છે અને મેટાબોલિઝમની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો થાય છે. પેટ પર જામેલી ચરબી બહું ઝડપથી ઓગળવા લાગે છે.

અહીં જુઓ આ ખૂબજ લાભકારક ચૂર્ણ બનાવવાની સામગ્રી અને રીત.

સામગ્રી

વરિયાળી
હળદર
અળસી
જીરું
મીઠો લીમડો
હરડે
સિંધવ મીઠું
હિંગ

રીત

સૌપ્રથમ અળસી, વરિયાળી અને જીરૂને ધીમા ગેસ પર શેકી લો. 50 ગ્રામ અળસીને ધીમા ગેસે 8-10 મિનિટ સુધી શેકી લો, અળસી ફૂટવા લાગશે. ત્યારબાદ ઠંડી થવા માટે મૂકી દો. ત્યારબાદ વરિયાળી અને જીરુંને અધકચરાં શેકી લો. વધારે શેકાઇ ન થાય તેનું ધ્યાન રાખવું, નહીંતર અંદર રહેલ પોષકતત્વો પણ બળી જશે. બધું ઠંડુ થઈ જાય એટલે 50 ગ્રામ અળસી, 100 ગ્રામ વરિયાળી અને 50 ગ્રામ જીરુંને મિક્સરમાં બરાબર દળી કરી લો. ત્યારબાદ તેમાં 50 ગ્રામ હરડેનો પાવડર, 2 નાની ચમચી હળદર, એક ચમચી સિંધ મીઠું મિક્સ કરી લો. આ બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 4 ચપટી હિંગ અને 50 મીઠા લીમડાનાં સૂકવેલાં પાનનો પાવડર મિક્સ કરી લો.

હવે આ ચૂર્ણને રોજ સૂવાના 1-2 કલાક પહેલાં નવશેકા પાણી સાથે એક નાની ચમચી મિક્સ કરી લેવું. આનું નિયમિત સેવન કરવાથી બહુ જલદી મળવા લાગશે પરિણામ.

 

  • મીઠા લીમડામાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
  • અળસીમાં ફાઇબર ભરપૂર હોય છે, જે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.
  • હરડે પાચનતંત્રને ખૂબજ મજબૂત બનાવે છે.
  • આ ચૂર્ણ લેવાનું શરૂ કરો ત્યારથી બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળવું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here