ન્યાયમૂર્તિ રમન્ના 24 એપ્રિલે ભારતના ૪૮માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેશે

0
5

સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ ન્યાયમૂર્તિ નુથાલાપટી વેંકેટા રમન્નાને આજે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા જારી નોટિફિકેશન અનુસાર ન્યાયમૂર્તિ રમન્ના 24 એપ્રિલે ભારતના ૪૮માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેશે. ભારતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે ૨૩ એપ્રિલના રોજ નિવૃત્ત થશે.

ન્યાયમૂર્તિ રમન્ના ૨૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ નિવૃત્ત થશે. નોટિફિકેશનના જણાવ્યા અનુસાર ભારતના બંધારણની કલમ ૧૨૪ની જોગવાઇ (૨) હેઠળ મળેલ સત્તા હેઠળ ભારતના રાષ્ટ્રપતિએ ન્યાયમૂર્તિ નુથાલાપતિ વેંકેટા રમન્નાની ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરી છે. તેઓ ૨૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ શપથ લેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી કે મિશ્રા અને કાયદા મંત્રાલયના સેક્રેટરી બરુણ મિત્રાએ રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળુ એપોઇન્ટમેન્ટ લેટર આજે રમન્નાને સુપ્રત કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું હતું કે સિનિયોરિટીને આધારે તેમનાપછી રમન્નાને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવશે.

૨૭ ઓગસ્ટ, ૧૯૫૭ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં જન્મેલા ન્યાયમૂર્તિ રમન્ના ૧૦ ફેબુ્રઆરી, ૧૯૮૩ના રોજ એડવોકેટ બન્યા હતાં. તેમમે ૨૭ જૂન, ૨૦૨૦ના રોજ આંધ્ર પ્રદેશના કાયમી જજ બનાવવામાં આવ્યા હતાં. તેઓ ૧૦ માર્ચ, ૨૦૧૩થી ૨૦મે, ૨૦૧૩ સુધી આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યાં હતાં. તેમને ૨ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ દિલ્હીના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવામાં આવ્યા હતાં. ૧૭ ફેબુ્રઆરી, ૨૦૧૪ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here