જુસ્ટીનોએ છ કલાક અને પાંચ મિનિટની રેકોર્ડ બ્રેકિંગ મેચ બાદ મોઉટેટને હરાવ્યો

0
3

રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં ઈટાલીના ૨૯ વર્ષીય લોરેન્ઝો જુસ્ટિનોએ રેકોર્ડ બ્રેકિંગ છ કલાક અને પાંચ મિનિટના સંઘર્ષ બાદ ફ્રાન્સના ૨૧ વર્ષના કોરેન્ટિન મોઉટેટને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વિશ્વના ૧૫૬માં ક્રમાંકિત ખેલાડી જુસ્ટિનોએ ૦-૬, ૭-૬ (૯-૭), ૭-૬ (૭-૩), ૨-૬, ૧૮-૧૬ થી ૬૯મો ક્રમાંક ધરાવતા મોઉટેટને હરાવ્યો હતો. ટેનિસ સર્કિટમાં ઓછા જાણીતા ખેલાડીઓ વચ્ચેની પ્રથમ રાઉન્ડની આ મેચને ફ્રેન્ચ ઓપનના ઈતિહાસની સૌથી લાંબી મેચોમાં બીજા ક્રમે સ્થાન પ્રાપ્ત થયું હતુ. જ્યારે ગ્રાન્ડ સ્લેમના ઈતિહાસમાં તે સૌથી લાંબી મેચોમાં ચોથા ક્રમે રહી હતી.

બંને ખેલાડીઓએ કુલ મળીને ૪૫૯ પોઈન્ટ્સ જીત્યા હતા. નોંધપાત્ર છે કે, જુસ્ટીનોનો આ પહેલવહેલી વખત ગ્રાન્ડ સ્લેમ મેચ જીત્યો હતો. આ મેચનો પાંચમો સેટ ૧૮-૧૬ સુધી ખેંચાયો હતો, જે ફ્રેન્ચ ઓપનમાં છેલ્લા સેટના સ્કોરના નવો કીર્તિમાન તરીકે સ્થાપિત થયો હતો. આખરી સેટ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો. રસપ્રદ બાબત એ રહી કે, મોઉટેટની ૨૪૨ સામે જુસ્ટીનો ૨૧૭ પોઈન્ટ્સ જ જીત્યો હતો અને છતાં વિજેતા બન્યો હતો.

ફ્રેન્ચ ઓપનના ઈતિહાસની સૌથી લાંબી મેચનો રેકોર્ડ ૬ કલાક અને ૩૩ મિનિટનો છે. વર્ષ ૨૦૦૪માં ફ્રાન્સના બે ખેલાડીઓ ફાબ્રિસ સાન્તોરો અને અર્નાઉડ ક્લેમેન્ટ વચ્ચે રમાયેલી મેચ છ કલાક અને ૩૩ મિનિટ ચાલી હતી, જેમાં સાન્તોરોએ ૬-૪, ૬-૩, ૬-૭, ૩-૬, ૧૬-૧૪થી જીત હાંસલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here