ફૂટબોલ : યુવેન્ટસ આવતા વર્ષે એમબાપે સાથે 3400 કરોડની વિક્રમી ડીલ કરી શકે છે, PSGએ નેમારને 2017માં 3100 કરોડમાં ખરીદયો હતો

0
3

ઈટાલીની ફૂટબોલ ક્લબ યુવેન્ટસ ફ્રાન્સના સુપરસ્ટાર ખેલાડી કેલિયન એમબાપેને પોતાની સાથે લેવા માગે છે. તેના માટે તે 400 મિલિયન યુરો (લગભગ રૂ.3440 કરોડ) સુધીનો ખર્ચ કરવા તૈયાર છે. જો આ ડીલ થઈ ગઈ તો તે ફૂટબોલ દુનિયાની સૌથી મોટી ડીલ હશે. જોકે, આ સિઝનની ટ્રાન્સફર વિન્ડો બંધ થઈ ચૂકી છે. એટલે યુવેન્ટસ આવતી સિઝનમાં એમબાપેને ખરીદવાની તૈયારી કરી રહી છે. 21 વર્ષનો એમબાપે અત્યારે ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી) તરફથી રમે છે. તે દુનિયાનો મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી છે.

યુવેન્ટસે 2018માં દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 100 મિલિયન યુરો (લગભગ રૂ.860 કરોડ)માં ખરીદયો હતો. આવતા વર્ષે રોનાલ્ડો 36 વર્ષનો થઈ જશે અને તેનો યુવેન્ટસ સાથે એક વર્ષનો જ કરાર બાકી રહેસે. એમબાપેએ 2018ની વર્લ્ડ કપ ફાઈનલમાં ગોલ કર્યો હતો. તે ફાઈનલમાં ગોલ કરનારો બીજો સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો.

ફૂટબોલની સૌથી મોંઘી ડીલ(ટોપ-5)

ખેલાડી ક્લબ રકમ કરોડ રૂપિયામાં
નેમાર પીએસજી 3100
એમબાપે પીએસજી 1500
ફિલિપ કોટિન્હો બાર્સિલોના 1375
જોઆઓ ફેલિક્સ એટલેટિકો મેડ્રિડ 1080
એન્ટોની ગ્રીઝમેન બાર્સિલોના 1030