દૂધસાગર ડેરી કૌભાંડ : જ્યોતિન્દ્ર બક્ષી ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયા.

0
4

દૂધસાગાર ડેરીના કૌભાંડમાં CID ક્રાઇમે તત્કાલીન મેનેજીંગ ડાયરેક્ટર જ્યોતિન્દ્ર બક્ષી (એન.જે.બક્ષી)ને ઝડપી લઇ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સ્પે. કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યા છે. જ્યારે આ કેસમાં વિપુલ ચૌધરીએ પોલીસ પ્રોટેક્શન સાથે ચૂંટણીનું ફોર્મ ભરવા જવા દેવા મંજૂરી માંગતી અરજી કરીહતી. જેના પર આવતીકાલે કોર્ટ ચુકાદો આપશે.

જ્યોતિન્દ્ર બક્ષીની રિમાન્ડ અરજી અંગે ખાસ સરકારી વકીવ વિજય બારોટ અને સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આરોપી સામે મહેસાણામાં પણ ગુનો નોંધાયેલ છે અને તે દુધ ઉત્પાદક સંઘ લી. (દૂધસાગર ડેરી)ના તત્કાલીન મેનેજર હતા તે સમયે તેમને કરેલી પ્રવૃત્તિની તપાસ કરવાની છે, કર્મચારીઓને નક્કી કરવા સિવાય બોનસ નક્કી કર્યું હતું તે ઠરાવ પાછળથી કર્યો હતો.

વિપુલ ચૌધરીને આર્થિક રીતે તમામ મદદમાં આરોપીની મુખ્ય ભૂમિકા હતી તો તેણે કેવી રીતે નાંણા હેરફેર કરી, આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, કૌભાંડ આચરવા રોકડેથી એકત્રીત કરેલા નાંણા કોણે, કેવી રીતે વાપર્યા, બહારની વ્યક્તિની સંડોવણી છે કે નહીં, આરોપીઓએ કૌભાંડ આચરવા સિક્કા બનાવ્યા હતા તે કોની પાસે અને કેવી રીતે બનાવ્યા ?

જૈમન ઇન્ડસ્ટ્રીઝમાં ગયેલ 3 લાખ કરોડથી વધુ નાંણા દુધસાગર ડેરીના બેંક ખાતામાં ગયા હતા. જેમાં જૈમન ઇન્ડસ્ટ્રીઝ ના કોની સંડોવણી છે, મહેસાણા સિવાયની બીજી શાખા રાજસ્થાન અને હરિયાણામાં પણ છે ત્યાંથી નાંણાની હેરફેર થઇ છે કે નહીં, આ કેસમાં સંડોવાયેલ મેઘજીભાઇ પટેલ અને વિપુલ ચૌધરી રિમાન્ડ પર છે તેથી બન્નેને સાથે રાખી તપાસ કરવાની છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here