જ્યોતિરાદિત્યરાવ સિંધિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા

0
14

એજન્સી, નવી દિલ્હી

મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.સૂત્રોનું માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા ને ભાજપે રાજ્યસભા સીટ અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવાની ઓફર આપી છે. અત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં છે. એવી અટકળો કરવામાં આવી રહી હતી કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. હાલ સોનિયા ગાંધી સાથે મુલાકાતનો સમય નક્કી નથી.

મધ્ય પ્રદેશમાં સિંધિયા જૂથના 20 ધારાસભ્યો કર્ણાટકમાં છે જેમાં 6 મંત્રીઓ પણ સામેલ છે. આ બાજુ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ બાદ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને પોતાની હોળીની રજાઓ રદ કરી છે અને તેઓ ભોપાલ પાછા ફરશે. રાજ્યપાલ 5 દિવસની રજા પર લખનઉ ગયા હતાં.

તમામ મંત્રીઓએ કમલનાથને સોંપ્યુ રાજીનામું

કમલનાથના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામું સોંપી દીધુ છે. ભોપાલમાં આ ઈમરજન્સીની સ્થિતિમાં કેબિનેટમાં કમલનાથ પ્રત્યે આસ્થા વ્યક્ત કરતા તમામ મંત્રીઓએ રાજીનામા સોંપ્યાં. ત્યારબાદ કમલનાથને નવા મંત્રીમંડળનો અધિકાર મળી ગયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે આસ્થા જતાવવા અને બળવાખોરો પર દબાણ સર્જવા માટે આ બધુ થઈ રહ્યું છે. કમલનાથે ફેંસલો પોતાના મંત્રીઓ પર છોડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here