જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સાંજે 6 વાગે BJPમાં જોડાશે

0
12

મધ્ય પ્રદેશના રાજવી પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી એટલે કે કૉંગ્રેસને મોટો ઝટકો આપી દીધો છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ ચાલી રહેલા સિંધિયાએ મંગળવારે કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. સિંધિયા અમિતશાહની કારમાં બહાર નીકળ્યા છે. આ મુલાકાત બાદ સિંધિયાની કૉંગ્રેસમાંથી રાજીનામું આપી બીજેપીમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. આજે તેમના પિતા માધવરાવ સિંધિયાની 75મી જયંતીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું કે આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દીધી છે.

અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત લગભગ એક કલાક ચાલી. ત્યાર બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટ્વિટર પર પોતાનું રાજીનામું શૅર કરી દીધું હતું. ત્યારબાદ 12.30 વાગ્યે જ કૉંગ્રેસે તેમને પાર્ટીમાંથી બહાર કરાયાનું ટ્વિટ કર્યું હતું. જ્યોતિરાદિત્યે ટ્વિટર પર રાજીનામાની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. સિંધિયાના રાજીનામા બાદ તેમના છાવણીના કૉંગ્રેસના 19 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધા છે.

આ 19 ધારાસભ્યોમાં પાંચ મંત્રી પણ સામેલ છે, જેમણે મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષને પોતાના રાજીનામા મોકલી દીધા. કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી વિરોધી ગતિવિધિયોમાં સામેલ થવા માટે તત્કાળ પ્રભાવથી હાંકી દીધા છે. આ પત્ર પર 9 માર્ચની તારીખ લખી હતી. આની પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી એમના નિવાસસ્થાને મળ્યા. તે દરમિયાન એમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here