લાખણી : માર્કેટયાર્ડ માં કે. કે. ભેદરૂ ટ્રસ્ટ દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું

0
35

લાખણી : કોરોના મહામારી અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 24 માર્ચના દિવસે દેશ અને રાજ્યને સંપૂર્ણ લોક ડાઉન કરી દેવામાં આવ્યો હતો ત્યારે આજે 27 દિવસ બાદ રાજ્ય સરકારે અમુક નિયમોને ધ્યાનમાં રાખી રાજ્યના માર્કેટ યાર્ડ ચાલુ કરવાનો આદેશ કરતાં લાખણી માર્કેટ યાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને લઈને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે લાખણી માર્કેટ યાર્ડ ચાલુ થતાં માર્કેટ યાર્ડમાં આવતા વેપારીઓ, મજૂરો અને ખેડૂતોને કે.કે ભેદરૂ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઇ કે પટેલ દ્વારા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. લાલજીભાઇની આ સેવાકીય પ્રવૃત્તિને ખેડૂતો અને વેપારીઓએ બિરદાવી હતી.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here