બોલીવુડના પોપ્યુલર સિંગર અને સૂફી ગાયક કૈલાશ ખેર આજે તેમનો 46મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. મેરઠ, ઉત્તરપ્રદેશમાં જન્મેલા કૈલાશ ખેરે વર્ષ 2003માં તેના બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમારની ફિલ્મ અંદાજમાં પહેલું ગીત રબ્બા ઇશ્ક ના હોવે ગાયું હતું. આ ગીત ખૂબ પોપ્યુલર થયું. જોકે, આજ વર્ષે તેનું અન્ય એક ગીત અલ્લાહ કે બંદે પણ રિલીઝ થયું. જેનાથી તેને વધારે પ્રખ્યાત થયા. પરંતુ કૈલાશ ખેરની લાઇફમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે આર્થિક તંગીને લઇને તેમને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કૈલાસ ત્યારે તેની જીંદગી ખતમ કરવા માંગતા હતા.
કૈલાશ ખેરે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી પાસે પૈસા ન હતા. મારી દુનિયા એકદમ રોકાઇ ગઇ હતી. હું એક વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો. જ્યારે મને તેનું સમાધાન ન મળ્યું તો મેં મારી લાઇફ ખતમ કરવાનો નિર્ણય લઇ લીધો. જેથી હું નદીમાં કુદી ગયો પરંતુ મને મારા મિત્રએ બચાવી લીધો.
સિંગિંગમાં આવતા પહેલા કૈલાશ ખેરને દિલ્હીમાં એક્સપોર્ટનો બિઝનેસ હતો. જ્યારે કૈલાશ 14 વર્ષના હતા ત્યારે તે તેમના ઘર મેરઠથી ભાગી ગયા હતા. બાદમાં તે દિલ્હી આવીને અનેક જગ્યાએ નોકરી કરી અને બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન જવાનીમાં કૈલાશે અનેક સમસ્યાઓઔનો સામનો કર્યો. કૈલાસે તે દિવસને યાદ કરતા કહ્યું કે મારા જીવનમાં અનેક ખરાબ પરિસ્થિતિઓથી પસાર થવું પડ્યું છે પરંતુ હું લડતો રહ્યો.
પરંતુ હવે કૈલાશ ખેર આત્મહત્યાની કોશિશને ભૂલ માને છે. કૈલાશ ખેર કહે છે, તે સમયે મારી પાસે કોઇ વિકલ્પ ન હતો. મેં જમીનનો એક પ્લોટ ખરીદ્યો હતો. મને ધંધાથી ખૂબ પૈસા મળશે. મારા માતા પિતા એક ભાડાના ઘરમાં રહેતા હતા અને મને આ પ્લોટ ખરીદ્યા બાદ ખૂબ ગર્વ થયો હતો. આકરી મહેનથી કમાયેલા જે પૈસા હતા તે પણ ન રહ્યા.
કૈલાશે ફરીથી ઉભા થવા અનેક કોશિશ કરી. બાદમાં કૈલાશે તેના પિતાની ફીલ્ડમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. તે ઋષિકેશ ગયા અને ત્યાં કર્મકાંડ, જ્યોતિષ શીખ્યું. જે તેમના પપ્પાનો ધંધો હતો. જોકે, તેનાથી કૈલાશને કોઇ મદદ મળી નહીં અને તે ડિપ્રેશનમાં જતા રહ્યા.
એક વર્ષ બાદ, જ્યારે કૈલાશ તેમના મનની સ્થિતિનો સામનો કરી શક્યા નહીં, તો તેમણે આત્મહત્યાનું વિચાર્યું. કૈલાશ કહ્યું હું બધાથી દૂર રહેવા લાગ્યો હતો. એક દિવસ હું ઋષિકેશના એક ઘાટ પર હતો અને ગંગા વહી રહી હતી. ત્યારે ત્યાં હુ લકી અને ચેન મુકીને ગંગા નદીમાં કુદી પડ્યો. પરંતુ મરવા માટે તે મારો દિવસ ન હતો. મારો એક મિત્ર પાસે હતો તેને લાગ્યું હું લપસી ગયો છું, અને તે મારો જીવ બચાવવા માટે કુદી પડ્યો. જો મારા મિત્રએ જોયું ના હોતતો આજે હું અંહીયા ન હોત.