Thursday, February 22, 2024
Homeગુજરાતગુજરાતની સરકાર કૈલાશનાથન જ ચલાવે છે : ગેહલોત

ગુજરાતની સરકાર કૈલાશનાથન જ ચલાવે છે : ગેહલોત

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે NCPના નેતા સાથે ગઠબંધનને લઈને બેઠક યોજી હતી.આ બાદ અશોક ગેહલોતે પટકાર પરિષદ કરીને ભાજપ પણ પણ આક્ષેપ કર્યા હતા જેમાં સરકાર કૈલાશનાથન ચલાવતા હોવાનું પણ જણાવ્યું હતું.

અશોક ગેહલોતે જણાવ્યું હતું કે પીએમ મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે જેને લઈને દિલ્હીના કામ નથી થઈ રહ્યા તો ગુજરાતમાં PMO ઓફીસ શરૂ કરી દેવી જોઈએ જેથી કામ થઈ શકે.સરકારી ખર્ચે કાર્યક્રમ કરવામાં આવે છે.રાહુલ ગાંધી પણ યાત્રા કરે છે જેનો ઉદ્દેશ દેશને જોડવાનો છે.કેજરીવાલ મોદીના ભાઈ જેવા જ છે.પંજાબ જીતીને આવ્યા તો હવે દેશને નંબર બનાવવાની વાત કરી રહ્યા છે.કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે.કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે ગામડામાં કામે લાગેલા છે.કમિટમેન્ટ પેમફ્લેટ ઘરે ઘરે પહોંચ્યા છે.ગુજરાતમાં રાજસ્થાન જેવી યોજના શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં પોણા ચાર વર્ષમાં સરકાર શા માટે બદલવી પડી.સરકાર પણ કૈલાશનાથન જ ચલાવે છે.સીએમ ભલા માણસ છે પરંતુ આટલા ભલા માણસનું કામ નહી.વિધાસભાની ચૂંટણી માટે કહ્યું કે ટકોરા મારીને આ વખતે ટીકીટ આપવાનું નક્કી કર્યું છે.NCP સાથે ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે નિર્ણય પ્રદેશ કોંગ્રેસ અને NCP કરશે.દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular