કલોલના છત્રાલ હાઈવે પર મોડી સાંજે ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રોકડા 16 લાખ લૂંટી 2 બાઈકસવાર ફરાર

0
0

કલોલ તાલુકાના છત્રાલ હાઈવે પર બુધવારે મોડી સાંજે 16 લાખની લૂંટની ઘટના બની છે. ખાનગી કંપનીનો કર્મચારી આંગડીયા પેઢીમાંથી 16 લાખ ભરેલો થેલો લઈને નીકળ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓસજી સહિતનો પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ સમગ્ર મુદ્દે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે આરોપીની શોધખોળ આદરી છે.

યોગેશ ચંદુભાઈ બારોટ નામના કર્મચારી સાથે આ લૂંટની ઘટના બની છે.

આ બનાવથી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.કલોલના છત્રાલમાં આવેલ મેગેઝિન નામની કંપનીમાં કામ કરતા યોગેશ ચંદુભાઈ બારોટ નામના કર્મચારી સાથે આ લૂંટની ઘટના બની છે. કર્મચારી છત્રાલમાં હાઇવે ઉપર આવેલ પી. એમ. આંગડીયામાંથી બુધવારે સાંજે 16 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને નીકળ્યો હતો. સાંજે સાડા છ વાગ્યના સુમારે તે આંગડીયા પેઢીથી માત્ર 10 ડગલાં દૂર પહોંચ્યો હશે ત્યારે પલ્સર બાઈક પર આવેલા બે શખ્સોએ થેલો ઝૂંટવી લીધો હતો. કર્મચારી કઈ સમજે તે પહેલાં જ બંને શખ્સો ફૂલ સ્પીડમાં બાઈક પર ભાગી ગયા હતા. ઘટનાને પગલે કર્મચારીએ કંપનીના માલિક સહિતના લોકોને જાણ કરી હતી. બીજી તરફ પોલીસને જાણ કરતાં કલોલ તાલુકા પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

રેકી કરી લૂંટ કરવામાં આવી હોવાની શંકા

સમગ્ર ઘટનામાં પોલીસને શંકા છે કે કોઈ પ્રોફેશનલ લૂંટારૂઓએ રેકી કરીને લૂંટને અંજાણ આપ્યો હોવા જોઈએ. બીજી તરફ કોઈ લૂંટ પાછળ કે બાતમી આપવામાં કોઈ જાણભેદુ હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી. ત્યારે હાલ તો પોલીસે જો અને તો ના આધારે તમામ શક્યતાઓ તરફ તપાસ શરૂ કરી છે. છત્રાલમાં ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં એક્સીસ બેંકમાં બંદુકની અણીએ 44 લાખની લૂંટ થઈ હતી. જે બાદ લાબા સમય પછી ફરી એક મોડી લૂંટ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here