ધાર્મિક – 8 જૂને પણ નહીં ખુલે કાળુપુર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર, કોરોનાના સંક્રમણને પગલે નિર્ણય

0
11
  • મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને તથા સેનિટાઈઝ કર્યા બાદ દર્શન કરવાની ગાઈડલાઈન છે

સીએન 24,ગુજરાત

અમદાવાદકોરોનાના કહેરને પગલે દેશ અને દુનિયામાં ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે. જો કે અનલોક 1 લાગુ કરીને સરકાર દ્વારા ફરીથી તેને ધમધમતા કરવા પ્રયાસ કરાયો છે. તેવામાં ધાર્મિક સ્થાનોને પણ 8 જૂનથી ખોલવાની સરકારે છૂટ આપી હતી. જો કે કાળુપુર સ્વામિનારાયણ મંદિર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર તથા તેના તાબાના મંદિરને 8મી જૂને ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડતાલ ટ્રસ્ટ દ્વારા મંદિર ન ખોલવા નિર્ણય
વડતાલ મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા સરકારે ગાઈડલાઈન મુજબ મંદિર ખોલવાની 8 જૂને છૂટ આપી છે. પરંતુ કોરોના મહામારીના કારણે અચાનક સેંકડો કેસ વધ્યા છે. ભયજનક જણતા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના મંદિરો સાળંગપુર(શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા) વગેરે મંદિરો 17 જૂન સુધી ન ખોલવા નિર્ણય લીધો છે. હરિભક્તોને સંયમ રાખવા વિનંતી કરી છે. ત્યારબાદ મંદિર ખુલે ત્યારે ઓનલાઈન કે સરકારની ગાઈડલાઈન મુજબ ફક્ત 20 દર્શનાર્થીઓને મંદિર પ્રવેશ અપાશે. દર્શનાર્થીઓએ માસ્ક વગર કે સેનિટાઈઝ થયા વગર મંદિરમાં પ્રવેશ કરવો નહી તેવી સૂચના આપવામાં આવી છે.
કાળુપુર સ્વામિનારાયણ મંદિર પણ નહીં
મહંત સ્વામી શાસ્ત્રી નિર્ગુણદાસ દ્વારા હરિભક્તોને કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના સંકટના કારણે સર્વ મંદિરોમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના સૌએ ઓનલાઈન અને સોશિયલ મીડિયાથી દર્શન કર્યા છે. 8મી જૂનથી દર્શન માટે સરકારે શરતોને આધિન છૂટ મળી છે છતાં શિત્રાપત્રીમાં જણાવ્યા મુજબ પોતાની અને બીજાની રક્ષા કરવી જરૂરી છે. તેથી મંદિરો અને શિખરબંધ મંદિરોમાં આચાર્યો અને વડીલ સંતોના વિચારવિમર્શ  સૂચન મુજબ મહામારી વધુ ન ફેલાય એટલે 17 જૂન સુધી બીજો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી દર્શન બંધ રાખવામાં આવશે. સૌએ સંયમ જાળવ્યો છે તેમ રાખવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here