- Advertisement -
સલમાન ખાને સાઉથના ડાયરેક્ટર એટલીની બે હિરો ધરાવતી એક્શન ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં તેની સાથે બીજા હિરો તરીકે કમલ હાસન હશે. સલમાન અને એટલી ગયા વરસથી જ આ પ્રોજેક્ટ બાબત વાતચીત કરી રહ્યા છે. જાસલમાનને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને તેણે કામ કરવાની સ્વીકૃતિ આપી દીધી છે.
દિગ્દર્શક એટલી પ્રી-પ્રોડકશન શરૂ કરતા પહેલા કમલ હાસન તરફથી મંજૂરીની રાહ જોઇ રહ્યો છે. ખુદ સલમાને કમલ હાસનને આ ફિલ્મમાં કામ કરવા માટે કહેણ મોકલ્યું છે. આ એક મેગા બજેટ ફિલ્મ બનશે. એટલી આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ કરવા ઈચ્છે છે.