કમલ હાસનનો મોદીને સવાલ-કોરોનાથી લોકોની નોકરીઓ જઈ રહી છે, એવામાં નવી સંસદની શું જરૂર છે?

0
13

નવી સંસદ ભવનના ભૂમિપૂજનના 2 દિવસ પછી તમિલ એક્ટર-ડાયરેક્ટર કમલ હાસને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે.મહામારીના કારણે લોકોની નોકરીઓ જઈ રહી છે, એવામાં નવા સંસદ ભવનની શું જરૂર છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનો જવાબ આપવો જોઈએ.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જ્યારે કોરોનાના કારણે અડધો દેશ ભૂખ્યો છે અને તેમની નોકરીઓ જઈ રહી છે, તો પછી હજાર કરોડની નવી સંસદ શા માટે? જ્યારે ચીનની દીવાલ બનાવતી વખતે હજારો લોકોના જીવ ગયા, ત્યારે શાસકોએ કહ્યું હતું કે, આ લોકોની સુરક્ષા માટે જરૂરી હતું.તમે કોની રક્ષા માટે એક હજાર કરોડ રૂપિયાની સંસદ બનાવી રહ્યાં છો. ચૂંટાયેલા માનનીય વડાપ્રધાન કૃપા કરીને જવાબ આપે.

2018માં પાર્ટી બનાવી હતી

હાસને એક્ટર તરીકે ઘણી નામના મેળવી. ફિલ્મ પ્રોડ્યૂસર, ડાયરેક્ટર, રાઈટર રહી ચુક્યાં છે. હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. 2018માં તેમની પાર્ટી મક્કલ નીધિ મય્યમ બનાવી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી એક પણ સીટ જીતી શકી ન હતી, પણ તેમને લગભગ 4% મત મળ્યા હતા.

વિધાનસભા ચૂંટણી પર ફોકસ

હાસનની પાર્ટીનું ફોકસ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. ઝડપથી જ તે મદુરર્ઈથી તેમના પહેલા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. સાથે જ તમિલનાડુમાં ભાજપ અને AIMDK મળીને ચૂંટણી લડશે.

10 ડિસેમ્બરે ભૂમિપૂજન કર્યું હતું

વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બરે સંસદ ભવનની નવી બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ બેઠકો હશે.હાલની સંસદ 1921માં બનવાની શરૂ થઈ, 6 વર્ષ એટલે કે 1927માં બનીને તૈયાર થઈ હતી.

2022માં બનીને તૈયાર થઈ જશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વડાપ્રધાનને ભૂમિપૂજનનું નિમંત્રણ આપ્યું. તેમણે એવું પણ કહ્યું હતું કે, 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા અંગે અમે નવા સંસદ ભવનમાં બન્ને ગૃહોના સેશનની શરૂઆત કરીશું. નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે.

ટાટાને જવાબદારી મળશે

અધિકારીઓએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, નવા ભવનને ત્રિકોણ આકારમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેને હાલના પરિસર પાસે જ બનાવવામાં આવશે. આ અંગે 861.90 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેને બનાવવાની જવાબદારી ટાટા પ્રોજેક્ટ્સ લિમીટેડને મળી છે.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પદ્ધતિ અંગે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસમાં દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કોઈ કંસ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર અંતિમ નિર્ણય ન આવી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here