બાઈડનનો મહત્વનો નિર્ણય : કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા, અમેરિકન ઈતિહાસમાં આ પદ માટે ત્રીજી મહિલા ઉમેદવાર

0
0

ન્યૂયોર્ક. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બાઈડને ઐતિહાસિક પગલુ ભરતા મૂળ ભારતીય કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મંગળવારે બાઈડને ટ્વિટ કર્યું કે, મારા માટે આ જાહેરાત કરવી સન્માનની વાત છે કે મે કમલા હેરિસને પસંદ કર્યા છે. તે એક નિડર ફાઈટર છે, દેશના ઉમદા જનસેવક છે.

જો ચૂંટણીમાં 78 વર્ષના બાઈડનની જીત થશે તો તે સૌથી વધુ વયના રાષ્ટ્રપતિ હશે, જ્યારે હેરિસની વય હાલ 55 વર્ષ છે.હેરિસ હાલ સેનેટના સભ્ય છે. તે કેલફોર્નિયાના એટર્ની જનરલ રહી ચુક્યા છે. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વખત જ કોઈ મહિલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા છે.

1984માં ડેમોક્રેટ ગેરાલ્ડિન ફેરારો અને 2008માં રિપબ્લિકન સારા પાલિનને ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવાયા હતા. પરંતુ બન્નેમાંથી એકની પણ જીત નહોતી થઈ.

માતા ભારતીય અને પિતા આફ્રીકન
કમલા હેરિસની ઓળખ ભારતીય- અમેરિકન તરીકે છે. તેમની માતા શ્યામલા ગોપાલન ભારતના તમિલનાડુ રાજ્યના હતા. તે કેન્સર રિસર્ચર હતા. કમલા હેરિસના નાના પીવી ગોપાલન એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. આઝાદી પછી તે એક સિવિલ સર્વેન્ટ બન્યા હતા. કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના છે. તે ઈકોનોમીના પ્રોફેસર રહી ચુક્યા છે. કમલા ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારોના લિસ્ટમાં પહેલા અશ્વેત સભ્ય છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી રજુ કરી હતી
કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દાવેદારી રજુ કરી હતી. જો કે, પ્રાઈમરી ચૂંટણીમાં તેમને બાઈડન અને બર્ની સેન્ડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડેમોક્રેટિક ઉમેદવારની એક ડિબેટમાં તેમણે બાઈડન પર વંશવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

બાઈડન સાથે જૂના સંબંધો સારા નથી
જો બાઈડન અને કમલાના સંબંધોમાં એક રોચક વાત છે. જોના દીકરા બિયૂ અને કમલા સારા મિત્ર છે. બિયૂ ડેલાવેયરના એટર્ની જનરલ રહી ચુક્યા છે. સાથે જ કમલા ઘણા અવસર પર જોની ટિકા કરી ચુક્યા છે. ગત વર્ષે જો એ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. CNNના પ્રમાણે- બિયૂના કારણે જ જો અને કમલાના સંબંધ સારા થયા છે.

ભારતીય અમેરિકન્સ અને અશ્વેતોમાં સારી પકડ
કમલા હેરિસ​​​​​​​ના માતા ભારતીય અને પિતા આફ્રીકન હોવાના કારણે તેમની બન્ને કોમ્યુનિટીમાં સારી પકડ છે. જ્યોર્જ ફ્લોયડના મોત પછી અશ્વેતોમાં સરકાર વિરુદ્ધ ગુસ્સો છે. એવામાં ડેમોક્રેટિક પાર્ટી તેમને પોતાની તરફ ખેંચવા માંગે છે.

પ્રાઈમરી ચૂંટણી દરમિયાન કમલાએ એક આર્ટિકલ લખ્યો હતો, જેમાં તેમણે પોતે અશ્વેત હોવા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જ ભારતીય સંસ્કૃતિની પ્રશંસા પણ કરી હતી. તેમણે મસાલા ઢોંસા બનાવતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

દેશ માટે સારો દિવસઃ ઓબામા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કમલા હેરિસના ચૂંટાવા અંગે કહ્યું કે, આ દેશ માટે સારો દિવસ છે. તે પુરી રીતે તૈયાર છે. તેમણે તેમની કારકિર્દી દેશના બંધારણની રક્ષામાં વિતાવી દીધી છે.

આ સાથે જ સ્પીકર નેન્સી પેલોસી અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ કમલા હેરિસને બાઈડને મજબૂત પાર્ટનર ગણાવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પણ તેમને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો બાઈડન અમેરિકાના લોકોને એક કરશે.

ટ્રમ્પે કહ્યું- હેરિસને પસંદ કરવાથી હેરાન છું
અમેરિકાના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પંસદ થવાથી હેરાન છું. પ્રાઈમરી ચૂંટણીમાં તેમનું પ્રદર્શન ખરાબ હતું. આ સાથે જ જો બાઈડનનું સન્માન કર્યું નથી. એવામાં બાઈડને હેરિસને પસંદ કર્યા તે વાત ચોંકાવનારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here