Wednesday, September 22, 2021
Homeકમલેશ તિવારી હત્યા કેસ : અશફાક નામનો આરોપી કમલેશ તિવારી સાથે 2...
Array

કમલેશ તિવારી હત્યા કેસ : અશફાક નામનો આરોપી કમલેશ તિવારી સાથે 2 મહિનાથી FB પર રોહિત સોલંકી નામના ફેક IDથી ચેટ કરતો હતો

 • 2 મહિનાથી કમલેશ તિવારીને મળવા માટે રોહિત સોલંકી બની વાત કરતો હતો
 • સુરતના લિંબાયતના ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટની નીચે બેસીને હત્યાની યોજના ઘડી હતી
 • સુરતઃ ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. અશફાક નામનો આરોપી કમલેશ તિવારી સાથે બે મહિનાથી ફેસબુક પર ફેક આઇડીથી ચેટ કરતો હતો. અશફાકે રોહિત સોલંકીના નામનું આઈડી બનાવી અને કમલેશ સાથે વાત કરી હતી.
 • લિંબાયતના ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટની નીચે બેસીને હત્યાની યોજના ઘડી હતી

  ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન સુરતમાં બનાવ્યો હતો. મુહમ્મદ પયગમ્બર સાહેબના વિરોધમાં ડિસેમ્બર 2015માં કમલેશ તિવારીએ વિવાદી નિવેદન આપ્યું હતું. જેથી ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદએ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો કે તે વખતે રશીદ દુબઈ જતો રહ્યો હતો. નોકરી છોડીને બે મહિના પહેલા જ તે સુરત આવ્યો ત્યારે આ વાત પાછી યાદ કરી હતી. લિંબાયત પદમાવતી સોસાયટીમાં ગલી નં-1માં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદ સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 16મીએ ફૈઝાને તેના મિત્ર સાથે ઉધનાની ધરતી નમકીન ફરસાણની દુકાન પરથી મીઠાઈ ખરીદી હતી.

 • કેવી રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી

  હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનો ગુનો ઉકેલવા મહત્ત્વની કડી મીઠાઈનું બોક્ષ અને જે દુકાનથી ખરીદી કરાઈ તેનું બિલ પોલીસને મળ્યું છે. જેના આધારે તપાસનો રેલો સુરત પહોંચ્યો હતો. આ ગુનામાં ગુજરાત એટીએસ સાથે સુરત ક્રાઇમબ્રાંચ તેમજ એસઓજી તપાસમાં જોતરાઈ છે. શરૂમાં પોલીસે ઉધના ત્રણ રસ્તા પાસે ધરતી નમકીનના કાઉન્ટર પર મીઠાઈનું બિલ ગ્રાહકને આપવામાં આવ્યું તે સમયના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. જેમાં મીઠાઈની ખરીદી કરનાર ફૈઝાન અને તેનો મિત્રના ફુટેજ સામે આવ્યા હતા. પોલીસે બંને મોપેડ પર આવ્યા તે આધારે ફૈઝાન અને તેના મિત્રની રસ્તા પરના સીસીટીવીના આધારે ટ્રેસ કર્યાં. જેમાં તે લિંબાયત મીઠીખાડી તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોપેડના નંબરથી એડ્રેસ પણ મેળવી લીધું. જેમાં પણ લિંબાયતમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શનિવારે મળસ્કે લિંબાયત જીલાની પાર્કમાં રહેતા ફૈઝાનની અટક કરી, બાદમાં તેની સામે ગ્રીન વ્યૂમાં રહેતા શાહીદ અને રસીદ પઠાણ બંને ભાઈઓને પૂછપરછ કરી. જેમાં ઉમરવાડાના મોહસીન શેખનું નામ આવતા તેને પણ એટીએસ ઊંચકી લાવી હતી. મોહસીન લિંબાયતના મદ્રેસામાં ભણાવે છે. ચાર જણાની પૂછપરછ શરૂ કરી હતી જેમાં ત્રણ જણા હત્યામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જયારે રશીદનો ભાઈ શાહીદનો ગુનામાં કોઈ રોલ ન હોવાથી તેને શનિવારે સાંજે એટીએસએ છોડી મુક્યો હતો. પોલીસે મૌલાના મોહસિન સલીમ શેખ, ફૈઝાન યુનુસ જીલાની અને રશીદ શેખની ધરપકડ કરી છે.

  કોણ છે અશફાક?

  અશ્ફાક રશીદનો પાડોશી છે. 15મી ઓકટોબરે એક બેઠકમાં રશીદે કહ્યું હતું કે જો તમે લોકો નહીં જઇ શકો તો હું હત્યા કરવા જઇશ. ત્યાર બાદ ફરીદ અને અશફાકે કહ્યું કે અમે હત્યા કરવા જઇશું અને તે ફરીદ સાથે લખનઉ ગયો અને તેણે હત્યા કરી હતા.

  ફરીદ અને અશફાક 16મી ઓક્ટોબરથી જ ગુમ છે

  રશીદના પિતા ખુર્શીદ પઠાણે જણાવ્યું હતું કે તેમના દિકરા હંમેશા કામથી કામ રાખતા હતા. રશીદ દુબઈથી આવ્યો હતો અને કામ પર લાગી ગયો હતો. ફરીદ અને અશફાક 16મી ઓક્ટોબરથી ગુમ છે. કોઈ પણની હત્યા અયોગ્ય છે.

  સંદિગ્ધ મહિલા પણ સુરતની હોઇ શકે છે

  લખનઉમાં સીસીટીવીમાં બે આરોપીની સાથે એક મહિલા પણ દેખાઈ રહી છે, જે રસ્તામાં અશફાક અને ફરીદ સાથે સતત વાતચીત કરતી દેખાય છે. પોલીસને એવી આશંકા છે કે આ મહિલા પણ સુરતની હોય શકે છે.હુમલાખોરોની ધરપકડ થયા બાદ જ આ બાબત સ્પષ્ટ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments