કામરેજ મહિલા હત્યા કેસ : દારૂના નશામાં પ્રેમિકાએ ગાળો આપતા પ્રેમીએ જ ટૂંપો આપી પતાવી દીધી હતી

0
0

સુરતઃ કામરેજના ઘલુડી પાસે હજીરાથી નવીપારડી જતા રોડ પર ઝાડીમાંથી મહિલાની અર્ઘનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મહિલા પર દુષ્કર્મ આચરી ગુપ્તાંગના ભાગે લાત મારી ઈજા કરી અને ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. તપાસ કરતા હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો ભેદ કામરેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

ઘટના શું હતી?

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મઘરપાડા ખાતેના વતની અને હાલ માંડવી તાલુકાના હરીયાલ ખાતે ગીરિશભાઈના કોલા પર વિક્રમભાઈ પોહલ્યાભાઈ વસાવા રહે છે. વિક્રમભાઈ સાથે છુટક મજુરી કામ કરતી જયાબહેન(47) સાથે પ્રેમસંબધ બંધાતા લગ્ન કર્યા હતા. બે માસથી જયાબહેન કામરેજ તાલુકાના ઘલુડી ગામે કેશવભાઈ નારણભાઈ પટેલના ખેતરની બહાર પડાવ રાખી પુત્ર સાથે રહીને છુટક મજુરી કરતા હતા. ગત રવિવારના રોજ બપોરના 2.00 કલાકે જયાબહેનનો અર્ઘનગ્ન હાલતમાં મૃતદેહ હજીરાથી નવીપારડી જતા મુખ્ય રોડની બાજુમાં ઝાડીમાં ઘલુડી ગામની સીમમાંથી મળી આવ્યો હતો. જે અંગે કામરેજ પોલીસે હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

પ્રેમિકાની હત્યાની કબુલાત

દરમિયાન હે.કો કુલદીપદાન તેમજ પો.કો દશરથદાન ગઢવીને માહિતી મળી હતી કે, મરનાર જયાબેનનો વિક્રમ ઉર્ફે ઠુઠા સાથે પ્રેમસંબધ છે. છેલ્લા ઘણા સમયથી જયાબહેન તેમજ વિક્રમ સાથે ફરતા હતા. હત્યાના દિવસે પણ વિક્રમ ઉર્ફે ઠુઠો ઘલુડી ખાતે જોવા મળ્યો હતો. માટે પોલીસને શંકા જતા રંગોલી ચોકડી ખાતે ઈંટના ભઠ્ઠા પર કામ કરતો વિક્રમ ઉર્ફે ઠુઠો મોરીયાભાઈ કાથુળીયા (હાલ રહે- રંગોલી ચોકડી ભઠ્ઠા ઉપર મૂળ રહે-રૂમકીતળાવ ડુંગરી ફ‌ળીયુ તા-નિઝર જિ-તાપી)ને પોલીસ મથક લાવી પુછપરછ કરતા પ્રેમીકાની હત્યા કરી હોવાનુ પોલીસ સમક્ષ કબુલ કર્યું હતુ. જે અંગે કામરેજના ઈ.ચાર્જ પીઆઈ એમ.બી.તોમરએ પૂછપરછ કરતા જણાવ્યુ હતું કે, હત્યાના દિવસે બન્ને સાથે દારૂ પી શરીર સંબંધ બાંધ્યા બાદ જયાબેનએ વિક્રમ ઉર્ફે ઠુઠાને ગાળો આપતા ગળે ટુંપો આપી હત્યા કરીને ગુપ્તાંગ પર લાતો મારી ઈજા કરી નાસી છુટ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here