સેલિબ્રેશન : કામ્યા પંજાબીએ 10 વર્ષની દીકરીની હાજરીમાં સગાઈ કરી, લગ્નની વિધિઓ શરૂ થઈ

0
26

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ શનિવાર (8 ફેબ્રુઆરી)ના રોજ શલભ ડાંગ સાથે નિકટના પરિવારજનોની હાજરીમાં ગુરુદ્વારામાં સગાઈ કરી હતી. કામ્યાએ સોશિયલ મીડિયામાં સગાઈની તસવીરો શૅર કરી હતી. સગાઈમાં કામ્યાની 10 વર્ષની દીકરી તથા શલભનો 11 વર્ષીય દીકરો પણ હાજર રહ્યાં હતાં.

સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી
કામ્યાએ સગાઈની કેટલીક તસવીરો તથા વીડિયો શૅર કર્યાં હતાં. કામ્યા પંજાબી યલો-બ્લેક આઉટફિટમાં જોવા મળે છે અને તેના હાથમાં મોટી એન્ગેજમેન્ટ રિંગ જોવા મળી હતી. શલભ શોર્ટ બ્લૂ એન્ડ વ્હાઈટ કુર્તા પાયજામામાં હતો. કામ્યાએ સગાઈનો વીડિયો પણ શૅર કર્યો હતો.

પ્રિ વેડિંગ સેલિબ્રેશન ભગવાન ગણેશના આશીર્વાદથી શરૂ થઈ
ઈન્સ્ટાગ્રામ પર ભગવાન ગણેશના ચરણોમાં કામ્યા માથું નમાવતી હોય તે રીતની તસવીર એક્ટ્રેસે શૅર કરી હતી. આ તસવીરમાં કામ્યા ગોલ્ડન સિલ્ક સાડીમાં જોવા મળી હતી અને તેણે કહ્યું હતું કે પ્રિ વેડિંગ સેલિબ્રેશન શરૂ.

View this post on Instagram

OM SHRI GANESHAYA NAMAH ❤️ #shubhmangalkasha

A post shared by Kamya Panjabi (@panjabikamya) on

હલ્દી-સંગીત-વેડિંગ
નવ ફેબ્રુઆરીના રોજ કામ્યા પંજાબીની હલ્દી તથા સંગીત સેરેમની યોજાશે. 10 ફેબ્રુઆરીએ કામ્યા-શલભના લગ્ન છે. 11 ફેબ્રુઆરીએ મુંબઈમાં કામ્યા-શલભ રિસેપ્શન આપવાના છે. ત્યારબાદ દિલ્હીમાં પણ રિસેપ્શન આપવામાં આવશે.

કામ્યા તથા શલભના બીજા લગ્ન
કામ્યાએ પહેલાં લગ્ન બિઝનેસમેન બંટી નેગી સાથે કર્યાં હતાં. જોકે, વર્ષ 2013મા કામ્યાએ ડિવોર્સ લીધા હતાં. કામ્યાને 10 વર્ષીય દીકરી આરા છે. ડિવોર્સ બાદ કામ્યાનું નામ ટીવી એક્ટર કરન પટેલ સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. જોકે, કરનના પેરેન્ટ્સને કામ્યા ડિવોર્સી હતી, તેની સામે વાંધો હતો. તેથી જ કરને પેરેન્ટ્સની મરજીને માન આપીને કામ્યા સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. ત્યારબાદ તેણે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરી લીધા હતાં. કામ્યાનું નામ ‘બિગ બોસ 10’ના વિનર મનવીર ગુર્જર સાથે પણ જોડાયું હતું. ઉલ્લેખનીય છે કે શલભના પણ આ બીજા લગ્ન છે. પહેલાં લગ્નથી તેને 11 વર્ષનો દીકરો ઈશાન છે.

કેવી રીતે મુલાકાત થઈ?
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કામ્યાએ અંગ્રેજી ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે શલભનો સંપર્ક કર્યો હતો. તેને કેટલીક હેલ્થને લગતી સમસ્યાઓ હતી અને તેની એક ફ્રેન્ડે તેને શલભનો સંપર્ક કરવાનું કહ્યું હતું. ત્યારબાદથી બંને એકબીજાના સંપર્કમાં રહ્યાં છે. એક-દોઢ મહિના બાદ શલભે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, તેણે આ પ્રપોઝલ સ્વીકારતા પહેલાં સમય લીધો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here