દેશના પ્રથમ મહિલા DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું નિધન

0
42

ઉત્તરાખંડ તથા દેશના પ્રથમ મહિલા DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મુંબઇમાં ગત મોડી રાત્રે 72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં અને મુંબઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ વર્ષ 2007માં નિવૃત્ત થયા હતાં.

કંચન ચૌધરી ભટ્ટાચાર્ય કિરણ બેદી બાદ દેશના બીજા મહિલા આઇપીએસ અધિકારી હતાં. તેઓ મૂળ હિમાચલ પ્રદેશનાં વતની હતાં. તેમણે રાજકીય મહિલા મહાવિદ્યાલય, અમૃતસરથી અભ્યાસ કર્યા હતો.

પોસ્ટ ગ્રેજ્યુએટ અંગ્રેજી સાહિત્યમાં દિલ્હી યુનિવર્સિટીથી કર્યું હતું. તેમના જીવન પરથી પ્રેરણા લઇને દૂરદર્શન પર ટીવી શ્રેણી ‘ઉડાન’ પણ પ્રસારીત થઇ ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here