કનેરિયાએ PCB પર નિશાન સાધ્યું : દાનિશે કહ્યું- સૂર્યકુમાર યાદવ અમારા પાકિસ્તાની બેટ્સમેન સમી અસલમ જેવો નથી, જે પોતાનો દેશ છોડીને બીજા કોઈ માટે રમે

0
8

પાકિસ્તાન ક્રિકેટમાં ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવનારા પૂર્વ લેગ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર નિશાન સાધ્યું છે. ​​દાનિશે કહ્યું- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સારું પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને કદાચ ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ તેમ છતાં પણ તે અન્ય કોઈ ટીમ માટે રમવાનું વિચારશે નહીં. કનેરિયાએ કહ્યું – પાકિસ્તાનમાં યુવાન સમી અસલમ સાથે અન્યાય થયો તો તેણે દેશ જ છોડી દીધો. ભારતમાં આવું ન થઇ શકે.

કનેરિયાએ થોડા મહિના પહેલાં આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં તેની સાથે હિંદુ હોવાથી ભેદભાવ કરવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક ખેલાડીઓએ તેની સાથે બપોરનું ભોજન કરવાનું પણ ટાળ્યું હતું.

ભારત પાસે IPL

દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું – સૂર્યકુમાર યાદવને હજી સુધી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી, તેમ છતાં તે ભારત છોડશે નહીં. છેવટે તેમને આઈપીએલ અને તેની ફ્રેન્ચાઇઝી તેમજ બીસીસીઆઈનો ટેકો છે.

PCB પર નિશાન સાધતાં દાનિશે કહ્યું – હવે પાકિસ્તાનની વાત કરો. અમે અમારી યુવા પ્રતિભા જાળવી રાખવામાં અસમર્થ છીએ. સમી અસલમનું ઉદાહરણ આપણી સમક્ષ છે. તે પાકિસ્તાન છોડીને અમેરિકા ગયો અને ત્યાં લીગ ક્રિકેટ રમી રહ્યો છે.

શાનદાર પ્લેયર છે સમી

સમી અસલમના કેસને પાકિસ્તાન બોર્ડે સામે આવા દીધો નથી. તે પાકિસ્તાન માટે 13 ટેસ્ટ અને 4 વનડે રમ્યો છે. એ પછી તેને ટીમમાં ન લેવામાં આવ્યો તો તેણે દેશ જ છોડી દીધો. કનેરિયાએ કહ્યું, સમી સારો પ્લેયર હતો. સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેની સાથે અન્યાય થયો છે. તેને શાન મસૂદ અથવા ઇમામ ઉલ હક જેટલી તક મળી નહોતી.

PCB ખોટી રીતે વર્તે છે

કનેરિયાએ વધુમાં કહ્યું હતું કે PCB એટલું ખરાબ વર્તન કરે છે કે ખેલાડીઓએ પોતાનું ઘર અને દેશ છોડી દેવો પડે છે. સ્કોટ સ્ટાઇરિસ દ્વારા સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ તરફથી રમવા માટે ઓફર કરવામાં આવી હતી. જોકે તેમની ફ્રેન્ચાઇઝી અને બોર્ડ યાદવની સાથે ઊભાં રહ્યાં. તેમને ભારત છોડવાની જરૂર નથી. મને પણ આવી જ ઓફર મળી હતી, પરંતુ મેં સ્વીકારી નહીં.

કનેરિયાએ 61 ટેસ્ટમાં કુલ 261 વિકેટ ઝડપી છે. સ્પોટ ફિક્સિંગ કેસમાં તેમની સાથે કેટલાક અન્ય ખેલાડીઓ પર પ્રતિબંધ મુકાયો હતો. બાકીના ખેલાડીઓ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો, પરંતુ દાનિશ પરથી નહીં.

યાદવનું શાનદાર પ્રદર્શન

સૂર્યકુમાર IPLમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. આ સીઝનમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 480 રન બનાવ્યા. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ સહિત અનેક પ્લેયર્સે તેનાં વખાણ કર્યાં અને કહ્યું તે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટેનો હકદાર હતો. જોકે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કોઈપણ ફોર્મેટમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here