કંગનાએ ફરીથી મૂવી માફિયા પર નિશાન તાક્યું : એક્ટ્રેસે ચાર ટ્વીટ કરીને મૂવી માફિયાને ઘેર્યા, ત્રણ પ્રશ્નો કરી લખ્યું……………

0
0

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં એમ્સનો ફાઈનલ રિપોર્ટ આવ્યા પછી કંગના રનૌતે એકવાર ફરીથી મૂવી માફિયા પર આંગળી ચીંધી છે. તેણે ટ્વીટમાં ચાર પ્રશ્નો કર્યા છે અને કહ્યું કે કોઈને આત્મહત્યા માટે મજબૂર કરવા એ પણ હત્યા જ હોય છે. સુશાંતના મૃત્યુ પછી કંગના તેની આત્મહત્યા માટે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને મૂવી માફિયાને જવાબદાર ગણે છે.

જો કે, પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા પછી કંગનાનો આખો મુદ્દો સાઈડલાઈન થઇ ગયો હતો.

એક્ટ્રેસે કહ્યું, સુશાંતે કહ્યું હતું કે તેને હેરાન કરવામાં આવી રહ્યો છે

પ્રથમ ટ્વીટમાં કંગનાએ લખ્યું, યંગ અને એક્સ્ટ્રા ઓર્ડીનરી વ્યક્તિ એક દિવસ એમ જ જાગીને આત્મહત્યા ના કરી લે. સુશાંતે કહ્યું હતું કે તેને હેરાન કરવામાં આવી રહ્યો છે. તે પોતાની જિંદગીથી ડરી ગયો હતો. મૂવી માફિયાએ તેને બેન કરી દીધો હતો. ખોટા રેપના આરોપ મૂક્યા બાદ તેની સુશાંત પર ખરાબ માનસિક અસર થઇ હતી.

https://twitter.com/KanganaTeam/status/1312356209077350400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1312356209077350400%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranot-questions-sushant-singh-rajputs-death-after-aiims-final-report-comes-out-127779406.html

બીજા ટ્વીટમાં લખ્યું, હાલના પ્રોગ્રેસ પછી આપણે અમુક પ્રશ્નોના જવાબ જાણવાની જરૂર છે

  1. સુશાંતે વારંવાર મોટા પ્રોડક્શન હાઉસે પ્રતિબંધ મૂક્યાની વાત કહી, આ લોકો કોણ છે? જેણે સુશાંત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું?
  2. મીડિયાએ તે રેપિસ્ટ હોવાના ખોટા ન્યૂઝ કેમ ફેલાવ્યા હતા?
  3. મહેશ ભટ્ટ પોતાનો સાઈકો એનાલિસિસ કેમ કરી રહ્યા હતા?

https://twitter.com/KanganaTeam/status/1312358092592410625?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1312358092592410625%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranot-questions-sushant-singh-rajputs-death-after-aiims-final-report-comes-out-127779406.html

ત્રીજા ટ્વીટમાં લખ્યું કે, તેણે જાહેરમાં યશરાજ ફિલ્મ્સ સાથે પોતાની બરબાદી વિશે વાત કરી હતી. આ બધા જાણે છે કે, ઘણા મોટા પ્રોડક્શન હાઉસે તેને બેન કરી દીધો હતો. તેની ઘણી ફિલ્મોને ડમ્પ કરવામાં આવી, જે સ્પષ્ટ રીતે ષડયંત્ર લાગે છે. તેણે સોશિયલ મીડિયા પર લોકો સાથે ભીખ માગી હતી કે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે.

https://twitter.com/KanganaTeam/status/1312363765510225925?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1312363765510225925%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranot-questions-sushant-singh-rajputs-death-after-aiims-final-report-comes-out-127779406.html

ચોથા ટ્વીટમાં લખ્યું, સુશાંતના મૃત્યુ પહેલાં પરિવારે ફરિયાદ કરી હતી કે, તેનું જીવન જોખમમાં છે. તે જીવવા માગતો હતો, પરંતુ ફિલ્મો છોડવા માગતો હતો. તે કુર્ગમાં સેટલ થવા માગતો હતો. તો પછી તેને કોણે બ્લેકમેલ કર્યો? કોણે તેને આ રીતે કોર્નર કર્યો કે તેને જીવવા કરતાં મરવું વધારે સરળ લાગ્યું? નૈતિક અને કાનૂની રીતે આત્મહત્યા કરવા ઉશ્કેરવા એ હત્યા જ છે.

https://twitter.com/KanganaTeam/status/1312364772835258369?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1312364772835258369%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranot-questions-sushant-singh-rajputs-death-after-aiims-final-report-comes-out-127779406.html

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here