Friday, September 17, 2021
Homeખેડૂત આંદોલનને મળેલાં ઈન્ટરનેશનલ સપોર્ટને કંગનાએ ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ગણાવ્યું
Array

ખેડૂત આંદોલનને મળેલાં ઈન્ટરનેશનલ સપોર્ટને કંગનાએ ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ગણાવ્યું

ખેડૂત આંદોલનને ઈન્ટરનેશનલ સમર્થન મળ્યું છે અને આ વાતને કંગનાએ ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘આ કહેવું ઘણું જ વિનમ્ર રહેશે કે ભારતને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને લાગે છે કે આ ક્રૂરતાથી ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર છે. આ તો કદાચ આપણી પર મહાકાળની કૃપા છે કે ગ્રેટા થનબર્ગે ભૂલથી એક ડોક્યુમેન્ટ પોસ્ટ કર્યો. જોકે, તેણે તરત જ હટાવી લીધો હતો.’

આપણો દેશ કાવતરાને કારણે ટુકડાઓમાં વહેંચાયેલો છે

આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું, ‘એવું નથી કે હું અત્યારે આ મુદ્દે વાત કરું છું. હું શરૂઆતથી જ આ મુદ્દે બોલતી આવી છું. આ આંતરરાષ્ટ્રીય સ્તરનું કાવતરું છું. આપણો દેશ આ પ્રકારના કાવતરાને કારણે ટુકડાઓમાં પહેલેથી જ વહેંચાયેલો છે. એક ઈસ્લામિક મૂવમેન્ટને કારણે ભારતના અનેક ટુકડા થયા. પછી એક ખાલિસ્તાની મૂવમેન્ટ થઈ અને તેને કારણે દેશે અનેક ઉતાર-ચઢાવ જોયા.

આ મૂવમેન્ટ ભારતમાં પૂરી રીતે બંધ થઈ ગઈ હતી, પરંતુ લંડન તથા કેનેડા જેવી જગ્યાઓમાં હાજર રહેલાં કેટલાંક તત્વો આ મૂવમેન્ટને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરે છે. તેમનો એક જ હેતુ છે કે તેઓ સરકારને એ હદે મજબૂર કરે કે શિખ કમ્યુનિટીના 10-15 લોકોની લાશો પડી જાય, જેથી અહીંયા મૂવમેન્ટ શરૂ થાય અને ચીન બોર્ડર પર પ્રેશર વધે. એક હજાર વર્ષ આપણે ગુલામી ભોગવી છે અને કદાચ આપણા માટે ભવિષ્યના એક હજાર વર્ષ બુક થઈ જશે.

એક મહિનામાં 12-15 કરોડની બ્રાન્ડ્સ ગુમાવી

કંગનાએ કહ્યું હતું, ‘જ્યારથી આ આંદોલન શરૂ થયું છે, ત્યારથી હું કહી રહી છું કે આ ખેડૂતો નથી. આ એક ષડયંત્ર છે. તે સમયે મારી પાસે 6-7 બ્રાન્ડ્સ હતી અને 3-4 બ્રાન્ડ્સ એન્ડોર્સ કરવાની હતી. તે લોકોએ પણ મને અલ્ટીમેટમ મોકલ્યું કે હું ખેડૂતોને આતંકી ના કહું. અંદાજે 12-15 કરોડ રૂપિયાની બ્રાન્ડ્સ મેં એક મહિનાની અંદર ગુમાવી દીધી. ઈન્ડસ્ટ્રીએ તો મારો બોયકોટ કરવાનું શરૂ કર્યું છે.’

‘મારી વિરુદ્ધ ઓછામાં ઓછા 25-30 કેસ કરવામાં આવ્યા છે. મને રોજ સમન્સ આવે છે, પરંતુ આજે મારા હાથમાં આ પુરાવો છે. તે પર્યાવરણવિદ (ગ્રેટ થનબર્ગ)ની પોસ્ટ છે, તેમાં કહેવામાં આવ્યું છે કે પોએટિક જસ્ટિસ નામની સંસ્થા આ લોકોને ફંડ આપે છે. આ ઈન્ટરનેશનલ મૂવમેન્ટ છે. લંડનથી લઈ તમામ જગ્યાઓ સુધી. આ લોકો કહી રહ્યાં છે કે પોત-પોતાની જગ્યા પર કયા કયા દિવસે ભેગા થવાનું છે.’

‘સપ્ટેમ્બર-ઓક્ટોબરથી આ પૂરું આતંકી અભિયાન શરૂ થયું હતું. પોએટિક જસ્ટિસનો ફાઉન્ડર કેનેડાનો છે, પરંતુ ભારતમાં ધારીવાલ નામની વ્યક્તિ આને જોઈ રહી છે. તેણે સપ્ટેમ્બર, 2020માં કહ્યું હતું, ‘હું ખાલિસ્તાની છું. તમે મારા વિશે જાણતા નથી, કારણ કે ખાલિસ્તાન એક વિચાર છે. ખાલિસ્તાન એક જીવતું અને શ્વાસ લેતું અભિયાન છે. આ સ્વતંત્ર ભારત માટે છે.’

રિહાનાએ એક પોસ્ટ માટે 100 કરોડ રૂપિયા લીધા હશે

કંગનાએ રિહાના પર હુમલો કરતાં કહ્યું હતું, ‘તેણે કોરોનામાં કંઈ જ ના કહ્યું. તે અમેરિકન પોપ સ્ટાર છે. જ્યારે ત્યાં આતંકી હુમલો થયો ત્યારે પણ તેને કંઈ જ ના કહ્યું. એક દિવસ અચાનક ઊઠે છે અને ખેડૂત આંદોલન પર વાત કરીએ તેવું કહે છે. તેણે આ પોસ્ટ માટે ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લીધા હશે. આટલા પૈસા તે લોકો પાસે ક્યાંથી આવી રહ્યાં છે?’

રિહાના પોર્ન સિંગર, તેનો અવાજ પણ કંઈ ખાસ નથી

કંગનાએ આગળ કહ્યું હતું, ‘રિહાના એક પોર્ન સિંગર છે. તેનો અવાજ પણ કંઈ ખાસ નથી. 10 ક્લાસિકલ સિંગર બેસાડો તો તે સામેથી જ કહી દેશે કે તેને ગાતા આવડતું નથી. તેના અમેરિકન કલ્ચરલમાં સૌથી વધુ અશ્લીલતા હોય છે. તે કિમ કાર્ડેશિયન જેવા લોકોને ફોલો કરે છે, જેના વિશે ખબર પણ નથી કે તેઓ કરે છે શું. તમારામાં ટેલેન્ટ હોય ત્યારે તમારે કોઈની મદદની તથા સપોર્ટની જરૂર હોતી નથી.’

‘લતાજી ગીત ગાશે તો લાખ માણસો હશે તો પણ એકદમ શાંતિથી સાંભળશે. તેમને કંઈ કરવાની જરૂર નથી. આ જેન્યુઈન ટેલેન્ટ છે. ગ્રેટાએ પોસ્ટ કરેલા દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે રિહાના આ તારીખે આ પોસ્ટ કરશે. આની તૈયારી છ મહિના પહેલેથી થતી હતી. 26 જાન્યુઆરીએ જે આતંકી હુમલો થયો તેનો પૂરો ડેટા છે, તેમાં લખેલું છે કે ભારત પર ઈન્ટરનેશનલ પ્રેશર વધારો.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments