જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને કંગનાએ સેશન કોર્ટમાં પડકાર્યો

0
5

જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને કંગનાએ સેશન કોર્ટમાં પડકાર્યો છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કંગનાની આ અરજી ડિંડોશી કોર્ટમાં કરી છે, જેના પર 15 માર્ચે સુનાવણી થશે. હકીકતમાં 1 માર્ચે મુંબઈની અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. કોર્ટે વોરંટ એટલા માટે ઈસ્યુ કર્યું હતું કારણે કે કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થતી નહોતી.

22 માર્ચ સુધી પોલીસની સમક્ષ હાજર થવાનું છે

અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને પોલીસની સામે હાજર થવા માટે 22 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કંગના પોલીસ સ્ટેશન નથી જતી તો વોરંટ આપોઆપ કેન્સલ થઈ જશે. આ કેસની આગામી સુનાવણી 26 માર્ચે થશે.

કંગના ના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને ના કોઈ જવાબ આપ્યો

જાવેદ અખ્તરે નવેમ્બર, 2020માં કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમના વકીલ જય કુમાર ભારદ્વાજે કહ્યું હતું કે ગયા મહિને મુંબઈ પોલીસ તરફથી કંગનાનું નિવેદન લેવા માટે સમન્સ જાહેર કર્યું હતું, પરંતુ તે હાજર ન થઈ અને ન તો તેના તરફથી કોઈ જવાબ આવ્યો.

આ કેસમાં ડિસેમ્બર, 2020માં અંધેરી મેટ્રોપૉલિટી મેજિસ્ટ્રેટ કોર્ટે જુહૂ પોલીસને કહ્યું હતું કે જાવેદ અખ્તરની ફરિયાદની તપાસ કરે. ત્યારબાદ પોલીસે પહેલી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રિપોર્ટ આપ્યો હતો, તેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદકર્તા (જાવેદ અખ્તર)ના આક્ષેપોની તપાસ જરૂરી છે.

2 નવેમ્બરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

જાવેદ અખ્તરે તેના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બરના રોજ એક ખાનદી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.

અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી.

અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે.

અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.

3 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તરનું નિવેદન રેકોર્ડ કર્યું હતું

કંગનાએ ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું

એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવવાની ધમકી આપી હતી. કંગનાના અનુસાર, અખ્તરે કહ્યું હતું કે, રાકેશ રોશન અને તેમનો પરિવાર ઘણા મોટો લોકો છે. જો તે રીતિક રોશન અને તેમના પરિવારની માફી નહીં માગે તેઓ તેણે જેલમાં મોકલી શકે છે.

અગાઉ કંગનાની બહેન રંગોલ ચંદેલ પણ સોશિયલ મીડિયા દ્વારા આ દાવો કરી ચૂકી હતી. રંગોલીએ લખ્યું હતું કે, ‘જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે રીતિક રોશનની માફી માગે. મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું, કારણ કે તેણે ભટ્ટની ફિલ્મમાં સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી. તે વડાપ્રધાનને ફાસીવાદી કહી છે…કાકાજી તમે બંને શું છો?’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here