સોશિયલ મીડિયા વૉર : કંગનાએ ખેડૂત આંદોલનની તુલના શાહીન બાગ વિરોધ પ્રદર્શન સાથે કરી, સિંગર જસ્સીએ એક્ટ્રેસને ખુશામતખોર-બેશરમ કહી

0
7

ખેડૂત આંદોલન અંગે એક્ટ્રેસ કંગના રનૌત તથા સિંગર જસબીર જસ્સી સોશિયલ મીડિયામાં સામ-સામે આવી ગયા છે. વાસ્તવમાં કંગનાએ પોતાની એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીનું સમર્થન કર્યું હતું અને ખેડૂત આંદોલનની તુલના શાહીન બાગ સાથે કરીને કહ્યું હતું કે શાહીન બાગમાં લોહીની નદીઓ વહાવનારને પણ ખબર હતી કે તેમની નાગરિકતા કોઈ છિનવી શકશે નહીં. કંગનાની આ પોસ્ટ પર જસ્સીએ તેને ખુશામતખોર તથા બેશરમ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

કંગના રનૌતની પોસ્ટ

જસ્સીએ શું કહ્યું?

જસ્સીને કંગનાનો જવાબ

કંગનાએ જસ્સીની પોસ્ટ પર જવાબ આપતા કહ્યું હતું, ‘કેમ તમને આટલો ગુસ્સો આવે છે? હું ખેડૂતોના હકની વાત કરું છું. તમે કોના હકની વાત કરો છો?’

હિમાંશી ખુરાના પણ કંગના પર ભડકી

ખેડૂત આંદોલન પર સરકારનો પક્ષ લેવા પર ‘બિગ બોસ 13’ની સ્પર્ધક હિમાંશી ખુરાના પણ કંગના પર ભડકી હતી. કંગનાએ એક પોસ્ટમાં ખેડૂત આંદોલનમાં સામેલ એક વૃદ્ધ મહિલાને શાહીન બાગની દાદી કહી હતી અને કહ્યું હતું કે તે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.

આ જ પોસ્ટ પર હિમાંશીએ કહ્યું હતું, ‘જો વૃદ્ધ મહિલા પૈસા માટે ભીડમાં સામેલ છે, તો તમે સરકારનો બચાવ કરવા માટે કેટલા રૂપિયા લીધા છે?’

શું છે પૂરી ઘટના?

કેન્દ્રના ત્રણેય ખેડૂત બિલ વિરુદ્ધ પંજાબમાં ઘણાં સમયથી દેખાવો ચાલતો હતો. જોકે, છેલ્લાં છ દિવસથી પંજાબ-હરિયાણા ના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. પોલીસે તેમને બોર્ડર પર અટકાવી દીધા છે. સરકારે 3 ડિસેમ્બરના રોજ ખેડૂતો સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું. જોકે, હવે સરકારે પહેલી ડિસેમ્બરના રોજ 32 ખેડૂત સંગઠનોને વાતચીત માટે વિજ્ઞાન ભવન બોલાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here