કંગના રનૌતે મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને લોહી તરસ્યા ગણાવ્યા

0
8

કંગના રનૌતે પોતાના ટ્વીટમાં મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને લોહીના તરસ્યા ગણાવ્યા હતા. જોકે, કંગનાએ પોતાની ટ્વીટમાં ભૂલો કરી હતી. કંગનાએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ કહી દીધા હતા. ત્રણ મિનિટ પછી કંગનાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે માફી માગી લીધી હતી અને ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભૂલ સુધારતા સમયે કંગનાએ મહાતિરને મલેશિયાના હાલના વડાપ્રધાન કહ્યા હતા.

કંગનાએ ટ્વીટમાં શું કહ્યું?

કંગનાએ પહેલી ટ્વીટમાં કહ્યું હતું, ‘આ વ્યક્તિ લોહીનો તરસ્યો હોય એમ લાગે છે. શું મૂર્ખ લોજિક લગાવ્યું છે? આ હિસાબે તો ભૂતકાળના નરસંહારને જોતા હિંદુઓની પાસે ક્રિશ્ચયન્સ તથા મુસ્લિમોને મારવાનો અધિકાર છે? એક દેશના રાષ્ટ્રપતિ હોવા છતાંય કેવી મૂર્ખામીપૂર્ણ વાતો કરે છે…નવાઈ લાગે છે…’

બીજી ટ્વીટમાં કંગનાએ મહાતિરને રાષ્ટ્રપતિ કહેવાની વાતને ટાઈપો એરર ગણાવી હતી અને કહ્યું હતું, ‘રાષ્ટ્રપતિ નહીં પરંતુ વડાપ્રધાન. ટાઈપો માટે માફી માગું છું. તેમને પ્રાઈમ મોન્સ્ટર (પ્રધાન રાક્ષસ) કહેવા જોઈએ.’

શું છે પૂરી ઘટના?

ગુરુવાર, 29 ઓક્ટોબરના રોજ ફ્રાંસના નીસ શહેરના ચર્ચમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણ લોકોના મોત થયા હતા. હુમલાખોરે ચાકુથી એક મહિલાનું માથું ધડથી અલગ કર્યું હતું અને અન્ય બે લોકોની ઘાતકી રીતે હત્યા કરી હતી. થોડાં દિવસ પહેલા પેરિસમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ સ્કૂલના ક્લાસમાં પેગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવવા પર હિસ્ટ્રી ટીચરની ગળું કાપીને હત્યા કરી હતી.

ફ્રાંસમાં થયેલી આ બર્બરતાને મહાતિરે યોગ્ય ગણાવી હતી. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે ભૂતકાળમાં થયેલા નરસંહારો માટે મુસ્લિમોને ગુસ્સે થવાનો તથા ફ્રાંસીસના લોકોની હત્યા કરવાનો હક છે. મહાતિરની આ ટ્વીટ અંગે વિવાદ થયો હતો અને પછી તેમણે ટ્વીટ ડિલીટ કરી નાખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here