Thursday, August 11, 2022
Homeકંગના રનૌતે શાહી પરિવાર અંગે પોસ્ટ શૅર કરી, મહાત્મા ગાંધીને પણ આડેહાથ...
Array

કંગના રનૌતે શાહી પરિવાર અંગે પોસ્ટ શૅર કરી, મહાત્મા ગાંધીને પણ આડેહાથ લીધા

- Advertisement -

બ્રિટનના પ્રિન્સ હેરી તથા તેની પત્ની મેગન મર્કલે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા. હવે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે શાહી પરિવાર અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી છે. આટલું જ નહીં કંગનાએ મહાત્મા ગાંધીને પણ આડેહાથ લીધા છે. કંગનાએ મહાત્મા ગાંધી સારા પિતા તથા પતિ હોવા પર સવાલ કર્યા છે.

શું કહ્યું કંગના?

કંગનાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘મહાત્મા ગાંધી પર તેમના જ બાળકોએ ખરાબ પિતા હોવાનો આક્ષેપ કર્યો છે. અનેક જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે તેમની પત્નીએ ઘરમાં આવેલા મહેમાનોના શૌચાલય સાફ કરવાની ના પાડી તો તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તે એક મહાન નેતા હતા, પરંતુ તે મહાન પતિ બની શક્યા નહોતા. જોકે, વાત જ્યારે એક પુરુષની આવે છે, ત્યારે દુનિયા માફ કરી દેતી હોય છે.’

કંગનાએ બ્રિટનના રાણીનાં ભરપૂર વખાણ કર્યાં

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, ‘છેલ્લાં થોડાં દિવસથી લોકો એક પરિવાર પર, એક તરફી વાતો સાંભળીનો ગોસિપ કરે છે, જજ કરે છે, ઓનલાઈન લિંચ કરે છે. મેં ક્યારેય સાસ બહૂ ઔર સાજિશ જેવો ઈન્ટરવ્યૂ જોયો નથી, કારણ કે મને આ બાબતો ક્યારેય ઉત્સાહિત કરતી નથી. હું તો માત્ર એટલું જ કહેવા માગીશ કે આખી દુનિયામાં તે એક માત્ર મહિલા શાસક બચ્યાં છે.’

વધુમાં કંગનાએ કહ્યું હતું, બની કે કે એક આદર્શ MIL/પત્ની/બહેન ના હોઈ શકે, પરંતુ તે એક મહાન રાણી છે. તેમણે પિતાના સપનાને આગળ વધાર્યું છે. તેમણે ક્રાઉન બચાવ્યો છે. આપણે જીવનની દરેક ભૂમિકાને પર્ફેક્શન સાથે નિભાવી શકીએ નહીં. ભલે આપણે તેમાં પર્યાપ્ત હોઈએ. તેમને રાણીની જેમ રિટાયર થવા દો.

સો.મીડિયામાં ટ્રોલ થઈ

મહાત્મા ગાંધી અંગે બેફામ નિવેદનો આપ્યા બાદ કંગના સો.મીડિયામાં ટ્રોલ થઈ છે. અનેક યુઝર્સે તેને પોતાના કામમાં જ ધ્યાન આપવાની સલાહ આપી હતી. કેટલાંકે કંગનાને ચૂડેલ કહી હતી. કેટલાંકે એમ પણ કહ્યું હતું, ‘અંગ્રેજોને આટલો પ્રેમ કેમ કરે છે નકલી ક્વીન. આજે પણ તેમને જ માલિક સમજે છે કે શું?’

મેગને ઈન્ટરવ્યૂમાં શું કહ્યું?

મેગને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘રાજવી પરિવારમાં જોડાયા પછી મારી સ્વતંત્રતા ઘણી ઓછી થઈ ગઈ. રોયલ પરિવારમાં જીવન એકદમ એકલું હતું. મને મિત્રો સાથે લંચ પર પણ જવાની મંજૂરી નહોતી, કારણ કે તે વાતો મીડિયામાં છવાઈ જાય.’ વધુમાં મગેને કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તે સંપૂર્ણ રીતે તૂટી ગઇ હતી. તે જીવવા માગતી નહોતી અને તેને આત્મહત્યાના વિચાર પણ આવતા હતા. પ્રિન્સ હેરી સાથે લગ્ન થાય તે પહેલાં કેટ મિડલટને તેને રડાવી હતી. કેટ પ્રિન્સ વિલિયમ્સની પત્ની છે.

મેગન મુજબ, હેરી અમે તેમના લગ્ન પહેલા કેટ કોઈ ચીજને લઈને નારાજ હતી, જેનો લગ્નમાં ઉપયોગ કરવામાં આવનાર હતો. તે સમયે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે મહારાણી એલિઝાબેથ દ્રિતીયના પૌત્ર હેરી અને મેગને ગયા વર્ષે માર્ચમાં ફ્રન્ટલાઇન રોયલ ડ્યૂટી છોડી દીધી હતી અને હવે કેલોફોર્નિયામાં રહે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં જ બંનેએ ડ્યુક ઓફ સસેક્સ અને ડચેસ ઓફ સસેક્સની શાહી પદવી છોડવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular