કરણ જોહર પર અવાર-નવાર શાબ્દિક પ્રહાર કરતી કંગના રનૌતે ફરી એકવાર નિશાન તાક્યું

0
2

નેપોટિઝ્મને લઈને કરણ જોહર પર અવાર-નવાર શાબ્દિક પ્રહાર કરતી કંગના રનૌતે ફરી એકવાર નિશાન તાક્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે સિમી ગ્રેવાલના ચેટ શોનાં વખાણ કરીને લખ્યું કે, આની પહેલાં કોઈ ઇન્ટરવ્યૂ લેનારામાં આટલો ગ્રેસ જોયો નથી. કંગનાએ આ જ પોસ્ટ પર રીપ્લાય આપીને કરણને કડક જવાબ આપ્યો છે.

‘અમુક લોકો ‘પાપા જો’ બનીને ઇન્ટરવ્યૂ લે છે’

કંગનાએ યુઝરની પોસ્ટનો રીપ્લાય આપતા લખ્યું, હા, સિમી ગ્રેવાલે સેલિબ્રિટીનો રિયલ સાર રજૂ કર્યો છે. વિષયનું આખું સ્કેચ. જયા(જયલલિતા) માને લીધે મને તેમના વિશે વધારે રિસર્ચ કરવામાં મદદ મળી. આવું પાપા જો બનીને લેતા ઇન્ટરવ્યૂ લેનારા લોકો માટે ના કહી શકાય. તેમના ઇન્ટરવ્યૂ ખરાબી, મજાક ઉડાવવી, ગોસિપ વિશે હોય છે.

આશરે ચાર વર્ષ પહેલાં કંગના રનૌતે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં ભાગીદારી કરી હતી. તેણે કરણ પર નેપોટિઝ્મ પ્રમોટ કરવાનો આરોપ મૂક્યો હતો. કંગનાએ કહ્યું હતું કે, જો હું હું મારી બાયોગ્રાફી લખીશ તો તેમાં એક ચેપ્ટર નેપોટિઝ્મ વિશે હશે, જે કરણને ડેડીકેટ હશે. એ પછી કંગના ઘણી બધી વાર કરણ પણ આ બાબતે નિશાન સાધી ચૂકી છે.

ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગનાએ કરણને ઘણો ટ્રોલ કર્યો હતો. કરણ ટ્રોલિંગથી એટલો કંટાળી ગયો હતો કે તેણે સોશિયલ મીડિયા પર માત્ર 8 અકાઉન્ટ સિવાય બધાને અનફોલો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here