સેલેબ લાઈફ : કંગના રનૌતની બહેન રંગોલીએ પતિ સાથે નવા ઘરમાં ગૃહપ્રવેશની પૂજા કરી

0
14

કુલુ. કંગનાની બહેન રંગોલી ચંદેલે પતિ અજય સાથે હિમાચલ પ્રદેશમાં આવેલા કુલુમાં પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો છે. રંગોલીએ ઈન્સ્ટાગ્રામમાં ગૃહપ્રવેશની તસવીરો શૅર કરી હતી.

https://www.instagram.com/p/CAVGntUp8a7/?utm_source=ig_embed

રંગોલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે કંગના પાસે કુલુમાં આવેલા નવા ઘરની ડિઝાઈનને લઈ મદદ માગી હતી. તેઓ કુલુમાં તેમનું નવું ઘર તૈયાર કરતાં હતાં. કંગના રાતના બે વાગે ડિઝાઈનિંગના આઈડિયા મોકલતી હતી. તેને રોજના ડિઝાઈનિંગને લઈ 100 પિક્ચર્સ પણ મળતા હતાં.

રંગોલીનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું

રંગોલીએ એપ્રિલ મહિનામાં મુરાદાબાદમાં ડોક્ટર્સ તથા પોલીસની ટીમ પર થયેલી હિંસાને લઈ વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. ફિલ્મમેકર રીમા કાગતી, એક્ટ્રેસ કુબ્રા તથા જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ રંગોલીની ટ્વીટ કોમી હિંસા ફેલાવે છે, તે રીતનો આક્ષેપ કર્યો હતો. આ ટ્વીટ્સ બાદ ટ્વિટરે રંગોલીનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.

કંગના હાલમાં મનાલીમાં 

કંગના લૉકડાઉનમાં પરિવાર સાથે મનાલીમાં સમય પસાર કરી રહી છે. આ સમય દમરિયાન તે રસોઈ બનાવે છે, પરિવાર સાથે ગેમ રમે છે અને પોતાની ફેવરિટ બુક્સ વાંચે છે. હાલમાં જ કંગનાએ પોતાની એક કવિતા પણ રિલીઝ કરી હતી. આ કવિતાના વીડિયોનું ડિરેક્શન કંગનાએ જાતે જ કર્યું હતું.

શૂટિંગ અટકી પડ્યું છે

કંગના સ્વ. જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મને એ એલ વિજય ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ હિંદી, તમિલ તથા તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું શૂટિંગ હજી બાકી છે અને ફિલ્મ 26 જૂને રિલીઝ થવાની હતી. હાલમાં લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આથી જ કંગનાની આ ફિલ્મ શિડ્યૂઅલ ડેટ પર રિલીઝ થશે કે નહીં તેને લઈ આશંકા છે. આ ફિલ્મ ઉપરાંત કંગનાએ એરફોર્સ પર આધારિત ફિલ્મ ‘તેજસ’ સાઈન કરી છે. આ ફિલ્મમાં તે એરફોર્સ પાયલટના રોલમાં જોવા મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here