Thursday, August 11, 2022
Homeકંગનાએ કોંગ્રેસી ધારાસભ્ય સુખદેવ પાનસેને તેમના વિવાદિત નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો
Array

કંગનાએ કોંગ્રેસી ધારાસભ્ય સુખદેવ પાનસેને તેમના વિવાદિત નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો

- Advertisement -

કંગનાએ મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય સુખદેવ પાનસેને તેમના વિવાદિત નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાનસેએ ખેડૂત આંદોલનનો વિરોધ કરતી કંગનાને નાચવાવાળી કહી હતી. જવાબમાં એક્ટ્રેસે સો.મીડિયામાં કહ્યું હતું, ‘આ જે લોકો મૂર્ખ છે, તેમને ખ્યાલ નથી કે હું દીપિકા, કેટરીના કે આલિયા નથી. હું એક માત્ર એવી હીરોઈન છું, જેણે આઈટમ નંબર્સ કરવાની ના પાડી હતી. મોટા હીરો (ખાન/કુમાર)ની સાથે ફિલ્મ કરવાની ના પાડી. તેમણે મારી વિરુદ્ધ બોલિવૂડિયા ગેંગ મેન+વીમેન બનાવી. હું રાજપૂત મહિલા છું. હું કમર નથી હલાવતી, હાડકાં તોડું છું.’ આટલું જ નહીં કંગનાએ એક પોસ્ટમાં એમ કહ્યું હતું કે તેના પિતાએ જ્યારે તેની પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પિતા સામે હાથ ઉપાડવાની વાત કહી હતી.

સુખદેવે પોતાના નિવેદનમાં શું કહ્યું હતું?

એક અહેવાલ પ્રમાણે, સુખદેવે કહ્યું હતું કે પોલીસે નાચનારી-ગાનારી કઠપૂતળીની જેમ કામ કરવું જોઈએ નહીં. વિરોધ કરતાં 250થી વધુ કોંગ્રેસ કાર્યકર્તા 12 ફેબ્રુઆરીના રોજ સારણી આવ્યા હતા. અહીંયા કંગના ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ કરતી હતી. કાર્યકર્તાઓની માગણી હતી કે કંગના ખેડૂતોની વિરુદ્ધ કરેલી પોસ્ટ બદલ માફી માગે.

15 ઉંમરમાં પહેલા રાજપૂત મહિલા, જે વિદ્રોહી બની

કંગનાએ પોતાની અન્ય એક પોસ્ટમાં દાવો કર્યો છે કે 15 વર્ષની ઉંમરમાં વિદ્રોહ કરનારી તે પહેલી રાજપૂત મહિલા છે. તેણે કહ્યું હતું, ‘મારા પિતાની પાસે રાઈફલ્સ તથા ગન્સના લાઈસન્સ છે. તે બૂમો નહોતા પાડતા પરંતુ ગર્જના કરતા હતા. ત્યાં સુધી કે મારા હાંજા ગગડી જતા. જવાનીના દિવસોમાં પોતાની કોલેજમાં તે ગેંગવોર માટે લોકપ્રિય હતા. અહીંથી તેમની ઈમેજ ગુંડાની બની હતી. મેં 15 વર્ષની ઉંમરમાં તેમની સાથે ઝઘડો કર્યો અને ઘરેથી ભાગીને વિદ્રોહ કરનારી હું પહેલી રાજપૂત મહિલા બની ગઈ.’

બોલિવૂડ અંગે આ વાત કહી

કંગનાએ બોલિવૂડ અંગે કહ્યું હતું, ‘આ ચિલ્લર ઈન્ડસ્ટ્રીને લાગે છે કે સફળતા મારા માથે ચઢી ગઈ છે અને તેઓ મને ઠીક કરી શકે છે. હું હંમેશાંથી વિદ્રોહી રહી છું. સફળતા પછી મારો અવાજ વધુ મજબૂત થઈ ગયો છે અને આજે હું રાષ્ટ્રના મુખ્ય અવાજોમાંથી એક છું. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે જેમણે મને ઠીક કરવાનો પ્રયાસ કર્યો છે, મેં તેમને ઠીક કરી નાખ્યા છે.’

પિતા સામે હાથ ઉગામવાની વાત કરી હતી
કંગનાએ આગળ કહ્યું હતું, ‘મારા પિતા મને દુનિયાની સૌથી સારી ડૉક્ટર બનાવવા માગતા હતા. તે વિચારતા હતા કે મને સૌથી સારી સંસ્થામાં ભણાવીને તે ક્રાંતિકારી પિતા બની રહ્યા છે. જ્યારે મેં સ્કૂલે જવાની ના પાડી દીધી તો તેમણે મને તમાચો મારવાનો પ્રયાસ કર્યો હતો. મેં તેમનો હાથ પકડી લીધો હતો અને કહ્યું હતું કે જો તમે મને થપ્પડ મારશો તો હું પણ સામે તમને થપ્પડ મારીશ.’

કંગનાએ આગળ કહ્યું હતું, ‘અમારા સંબંધો પૂરી રીતે ખત્મ થઈ ગયા હતા. તેમની આંખોમાં કંઈક ફેરફાર થયો અને તેમણે મને અને પછી મારા માતાને જોઈ અને પછી રૂમની બહાર જતા રહ્યા. મને ખ્યાલ હતો કે મેં હદ પાર કરી હતી. હું તેમને ફરી ક્યારેય મેળવી શકી નહીં.’ કંગનાએ આગળ કહ્યું હતું. ‘તેમણે તેમની આઝાદી માટે જે રીતની હદો પાર કરી છે, તે અંગે લોકો માત્ર કલ્પના કરી શકે છે. મને બંદી બનાવી શકો નહીં.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular