Tuesday, September 21, 2021
Homeકંગનાએ કહ્યું - મારું દેશભક્તિનું સ્વરૂપ હંમેશાં મારી ફિલ્મમાં જોવા મળતું રહેશે
Array

કંગનાએ કહ્યું – મારું દેશભક્તિનું સ્વરૂપ હંમેશાં મારી ફિલ્મમાં જોવા મળતું રહેશે

કંગના રનૌતે બોલિવૂડ પર બેફામ નિવેદનો આપી રહી છે. વેબ સિરીઝ ‘તાંડવ’માં હિંદુ ધર્મના અપમાન પર કંગનાએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ કંગના ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. આટલું જ નહીં સો.મીડિયામાં ‘સસ્પેન્ડ કંગના રનૌત’ હેશટેગ ટ્રેન્ડ થયા બાદ એક્ટ્રેસે પોતાને ‘બબ્બર શેરની’ ગણાવી છે. આ પહેલાં એક મીડિયા પોસ્ટમાં કંગનાએ ચેતવણી આપી હતી કે તે લિબરલ્સનું જીવન મુશ્કેલ કરીને રહેશે.

કંગનાની ધમકી, પડકાર કે પછી ચેતવણી

કગનાએ બુધવાર, 20 જાન્યુઆરીના રોજ એક પોસ્ટમાં કહ્યું હતું, ‘લિબરલ્સ પોતાના કાકા જૈકની આગળ રડ્યા અને મારું અકાઉન્ટ થોડા સમય માટે પ્રતિબંધિત કરાવ્યું. એ લોકો મને ધમકી આપી રહ્યાં છે. મારું અકાઉન્ટ/વર્ચ્યુઅલ ઓળખ ગમે ત્યારે દેશ માટે શહીદ થઈ શકે છે, પરંતુ મારું દેશભક્તિનું સ્વરૂપ હંમેશાં મારી ફિલ્મમાં જોવા મળતું રહેશે. તમારું જીવન મુશ્કેલ કરીને રહીશ.’

કંગના અંગે સોશિયલ મીડિયામાં આ ટ્રેન્ડ ‘તાંડવ’ના મેકર્સ અંગે કરેલી પોસ્ટ બાદ થયો છે. કંગનાએ શિશુપાલ તથા ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપ્યું હતું.

સો.મીડિયામાં 24 હજારથી વધુ પોસ્ટ

કંગનાએ ‘તાંડવ’ અંગે કરેલી પોસ્ટ તથા તે ડિલીટ કર્યા બાદથી તે યુઝર્સના નિશાના પર છે. હેશટૅગ #SuspendKanganaRanaut હેઠળ 24 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે. ત્યારબાદ કંગનાએ પોતાના અકાઉન્ટમાં પોસ્ટ કર્યું હતું, ‘દેશદ્રોહી #SuspendKanganaRanautને ટ્રેન્ડ કરાવે છે. પ્લીઝ કરતાં રહો. જ્યારે તેમણે રંગોલીનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું ત્યારે હું આવી અને તેમના જીવનને દુઃખી કરી નાખ્યું. હવે જો તેઓ મને સસ્પેન્ડ કરે છે તો હું વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર આવી જઈશ અને તેમને અસલી દુનિયાની અસલી કંગના રનૌત બતાવીશ. તમામ પિતાઓની માતા. બબ્બર શેરની.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments