કંગના vs શિવસેના : કંગનાએ સોમનાથ મંદિરમાં પૂજાનો ફોટો શેર કરીને લખ્યું, ‘ક્રૂરતા અને અન્યાય ભલે ગમે તેટલા શક્તિશાળી હોય પણ છેલ્લે જીત તો ભક્તિની જ થાય છે’

0
13

કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર ફરીથી નિશાન તાક્યું છે. એક્ટ્રેસે ટ્વિટર પર સોમનાથ મંદિરનો ફોટો શેર કરીને લખ્યું કે, ‘સોમનાથ મંદિરને પણ કેટલાક લોકોએ ખરાબ રીતે નિર્જન કરી દીધું હતું, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે ક્રૂરતા અને અન્યાય ભલે ગમે તેટલા શક્તિશાળી હોય પણ છેલ્લે જીત તો ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.’

https://twitter.com/KanganaTeam/status/1304599049979469824?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1304599049979469824%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranaut-attacks-continue-on-maharashtra-government-actress-cites-somnath-temple-history-127711417.html

કંગનાએ કહ્યું, ‘મહારાષ્ટ્ર સરકારનો આતંક વધી રહ્યો છે’

BMCએ બુધવારે કંગનાની ઓફિસ તોડી પાડી હતી. ત્યારબાદ કંગના અને શિવસેનાની બોલાચાલી વધી ગઈ છે. તેણે BMCની કાર્યવાહી પર કહ્યું હતું કે, મુંબઈની સરખામણી PoK સાથે કરવામાં મેં કઈ ખોટું કર્યું નથી. શુક્રવારે રાતે કંગનાએ એક મિનિટનો વીડિયો શેર કરીને કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં આતંક અને અત્યાચાર વધી રહ્યા છે. તેણે મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર સાથે શિવસૈનિકોની ઝપાઝપી અને એક ટીવી ચેનલ વિરુદ્ધ રાજ્ય સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.

ડ્રગ્સ મામલે કંગના વિરુદ્ધ તપાસના આદેશ

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમ તપાસ કરશે. કંગનાના પૂર્વ બોયફ્રેન્ડ અધ્યયન સુમને એક્ટ્રેસ પર ડ્રગ્સ લેવાના આરોપ મૂક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here