કંગનાના નિશાને કોંગ્રેસ : ઝાંસીની રાણીની જન્મ તારીખ પર કંગનાને ભરોસો નથી, કહ્યું – ઇન્દિરા ગાંધી સાથે બર્થડે આવવો કોંગ્રેસની હેરાફેરી

0
6

કંગના રનૌતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જયંતિને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેનો આરોપ છે કે કોંગ્રેસે રણનીતિ હેઠળ ઇતિહાસમાં હેરાફેરી કરીને રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ એ જ દિવસે બતાવ્યો જે દિવસે ઇન્દિરા ગાંધીની જયંતિ આવે છે. એક્ટ્રેસે એક ટ્વીટર યુઝરની તે કમેન્ટ પર આ રિએક્શન આપ્યું જેણે 19 નવેમ્બરને રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કંગનાએ તેના ટ્વીટમાં લખ્યું છે, ‘આ બાબતે નિશ્ચિત નથી. પ્રાચીન ભારતીય ઈસાઈ કેલેન્ડરનો ઉપયોગ કરતા ન હતા. તકલીફ એ છે કે આપણા ઇતિહાસને કોંગ્રેસે એટલી હદે વિકૃત કરી દીધું છે કે પાછળથી જોડવામાં આવેલી કોઈપણ વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે. સાથે જ લક્ષ્મીબાઈનો જન્મદિવસ એ જ દિવસે આવવો, જે દિવસે ઇન્દિરા ગાંધીનો આવે છે, એવું લાગે છે કે આ હેરાફેરીની રણનીતિ છે.’

લક્ષ્મીબાઈની જયંતિ પર કવિતા સાંભળવાની અપીલ કરી

શૂટિંગ માટે કંગના હૈદરાબાદ રવાના થઇ

કંગના રનૌત તેની અપકમિંગ ફિલ્મ ‘થલાઈવી’ના અંતિમ શેડ્યુઅલ માટે હૈદરાબાદ રવાના થઇ છે. તેણે ફોટો શેર કરતા લખ્યું કે, ‘બાય કહેવું ક્યારેય સરળ નથી હોતું. પરંતુ મેં મારા પહાડોને બાય કહી દીધું છે. થલાઈવીના છેલ્લા શેડ્યુઅલ માટે હૈદરાબાદ જઈ રહી છું. પછી બીજા કમિટમેન્ટ પૂરા કરીશ. મનાલી જલ્દી આવવાનું નહીં થાય. પરંતુ પરીક્ષાના સમયમાં આશ્રય આપવા માટે હિમાલયનો આભાર.’

આવતા અઠવાડિયે મુંબઈ પોલીસ સામે હાજર થવાનું છે મુંબઈ પોલીસે કંગના રનૌત વિરુદ્ધ રાજદ્રોહ કેસમાં બુધવારે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું છે. બંનેને 23-24 નવેમ્બરે પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો હતો.

આ પહેલાં કંગનાને પૂછપરછ માટે 26 ઓક્ટોબર અને 3 નવેમ્બરે સમન્સ મોકલીને બોલાવવામાં આવી હતી. નાના ભાઈનાં લગ્નમાં સામેલ થવાનો હવાલો આપીને એક્ટ્રેસે 15 નવેમ્બર પછી પૂછપરછમાં સામેલ થવાની વાત કરી હતી.

સ્થાનિક કોર્ટના આદેશ પર કંગના વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ થઇ હતી. બંને બહેનો વિરુદ્ધ એક વિશેષ સમુદાય માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા અને એક વિશેષ સમુદાય સાથે જોડાયેલા લોકોને ભડકાવવાનો આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here