કંગના VS મહારાષ્ટ્ર સરકાર : કંગના મુંબઈથી હિમાચલ પરત ફરી, કહ્યું- સોનિયા સેનાએ આઝાદ કાશ્મીરના નારા લગાવ્યા, તે દિવસ દૂર નથી જ્યારે આઝાદીની કિંમત માત્ર લોહી હશે

0
5

સોમવારે સવારે એક્ટ્રેસ કંગના રનૌત પોતાની બહેન રંગોલી સાથે મુંબઈ જવા નીકળી હતી. મનાલી જતાં પહેલાં તેણે બે ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું છે. આની પહેલાં રવિવારે BMCએ તેના ઘરે એક નોટિસ મોકલી છે. આ નોટિસ કંગનાના ખાર સ્થિત ફ્લેટ્સની અંદર કરેલાં ગેરકાયદે બાંધકામને તોડવા માટે છે. BMCનું કહેવું છે કે કંગનાએ ઘરમાં તેની ઓફિસ કરતાં પણ વધારે નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે બાંધકામ કર્યું છે. કંગનાએ ચંદીગઢ આવ્યા બાદ ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે તે મુંબઈ સોનિયા સેનાને કારણે અસલામત છે.

કંગના મુંબઈમાં ખાર વેસ્ટસ્થિત DB બ્રિજ(આર્કિડ બ્રિજ)ના 16 નંબર રોડ પર બનેલા ફ્લેટમાં પાંચમા માળ પર રહે છે. આ માળ પર કંગનાના 3 ફ્લેટ છે, જેમાં 1 ફ્લેટ 797 વર્ગ ફૂટ, બીજો ફ્લેટ 711 વર્ગ ફૂટ અને ત્રીજો ફ્લેટ 459 વર્ગ ફૂટનો છે. કંગનાના ઘરમાં કરાયેલાં ગેરકાયદે બાંધકામનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે, જેની સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.

મુંબઈથી રવાના થતાં પહેલાં કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારે હૃદયે મુંબઈ છોડી રહી છું. કેટલાક દિવસોથી અહી વારંવાર મારા સાથે આતંકી વ્યવહાર થઈ રહ્યા છે અને મારા કામની જગ્યા પછી હવે મારા ઘરને તોડવા માટે વારંવાર હુમલા થઈ રહ્યા છે તેમજ અપશબ્દો કહેવાઈ રહ્યા છે. મારી ચારેબાજુ સતર્ક સુરક્ષા હતી, હું ચોક્કસથી કહીશ કે PoKને લઈને મેં જે વાત કરી હતી એ સાચી જ હતી.

આજે કંગનાના વકીલે ઓફિસમાં થયેલાં ગેરકાયદે બાંધકામનો જવાબ કોર્ટને આપવાનો છે. આજે જ ઓફિસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો સોંપવાના છે. તો બીજી તરફ, કોર્ટે BMCને 18 સપ્ટેમ્બર સુધી લેખિતમાં જવાબ આપવાનું કહ્યું છે. કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીનો આરોપ છે કે BMCએ આ કાર્યવાહી ગેરકાનૂની રીતે કરી છે, આથી અમે બુધવારે હાઈકોર્ટમાં ગયા અને તાત્કાલિક સુનાવણી થઈ. એ પછી ઓફિસની તોડફોડ બંધ કરાવી હતી.

કંગનાની ઓફિસમાં આ 10 કન્સ્ટ્રક્શનને BMCએ ગેરકાયદે ગણાવ્યાં
1. ગ્રાઉન્ડ ફ્લોરના ટોઇલેટને ઓફિસની કેબિન બનાવી દીધી.
2. સ્ટોર રૂમમાં કિચન બનાવ્યું.
3. સ્ટોરમાં સીડીની પાસે તથા પાર્કિંગ એરિયામાં નવા ટોઇલેટ બનાવવામાં આવી રહ્યાં છે.
4. ગ્રાઉન્ડ ફ્લોર પર પેન્ટ્રી બનાવવામાં આવી રહી છે.
5. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમમાં લાકડાંનું પાર્ટિશન કરીને રૂમ/કેબિન બનાવવામાં આવી છે.
6. ફર્સ્ટ ફ્લોર પર પૂજાના રૂમમાં પાર્ટિશન કરીને મીટિંગ રૂમ/કેબિન બનાવવામાં આવી.
7. ફર્સ્ટ ફ્લોર પર ખુલ્લી જગ્યામાં ટોઇલેટ બનાવવામાં આવ્યાં છે.
8. સેકન્ડ ફ્લોર પર સીડીની જગ્યા બદલવામાં આવી છે.
9. ફર્સ્ટ ફ્લોરની સામેની બાજુ હોરિઝોન્ટલ રીતે 2*6નો સ્લેબ વધારવામાં આવ્યો.
10. સેકન્ડ ફ્લોરની દીવાલ હટાવીને બાલ્કની બનાવવામાં આવી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here