Monday, December 5, 2022
Homeગુજરાતકપડવંજ : એમ.પી. હાઈસ્કૂલમાં વર્ષો બાદ CC રોડનું કામ શરૂ કરાયું

કપડવંજ : એમ.પી. હાઈસ્કૂલમાં વર્ષો બાદ CC રોડનું કામ શરૂ કરાયું

- Advertisement -

કપડવંજમાં આવેલ એમ.પી.હાઈસ્કૂલમાં કપડવંજ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. વર્ષો જૂની આ શાળામાં ધોરણ 1થી 12માં અંદાજે 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, વર્ષોથી આ સ્કૂલની અંદર રોડ રસ્તાને લઈને અનેક સમસ્યાઓ હતી. અંદરની બાજુ રોડની સુવિધા હતી જ નહીં. જેને લઈને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓ સહિત સ્ટાફગણને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે શાળાના મેદાનમાં રસ્તો બનતાં તે સમસ્યાઓનો અંત આવ્યો છે.

શાળા સમિતિના ચેરમેન નિમેષસિંહ એન.જામના જણાવ્યા અનુસાર, શાળાના નિર્માણ બાદ આજ દિન સુધી રસ્તા બાબતે ઘણી સમસ્યાઓ હતી. પણ ભાજપ શાસિત રાજ્ય સરકાર અને નગરસેવા સદન કપડવંજના સહયોગથી 1882 પછી પહેલી વખત CC રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચોગાનને ફરતે 6 મીટર પહોળાઈવાળા રોડ પર CC રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular