કપિલ શર્મા પિતા બન્યો, પત્ની ગિન્ની ચતરથે દીકરીને જન્મ આપ્યો

0
20

મુંબઈ

કોમેડિયન કપિલ શર્માના ઘરે લક્ષ્‍મીની પધરામણી થઈ છે. કપિલ અને ગિન્નીના ઘરે સોમવારે મધ્યરાત્રીએ નાનકડી પરીનો જન્મ થયો છે. કપિલ શર્માએ પોતાના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપતું ટ્વીટ કર્યું છે. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘દીકરીના જન્મથી અમે ધન્ય થઈ ગયા હોઈએ તેવી અનુભૂતિ કરી રહ્યા છીએ. તમારા બધાના આશિર્વાદ જોઈએ છે. તમને બધાને પ્રેમ. જય માતા દી…’

કપિલે જેવું ટ્વીટ કર્યું કે તેની સાથે જ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેમને ખોબલેને ખોબલે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ગુરુ રંધાવાએ ટ્વીટ કરીને કપિલ શર્માને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, હવે તો હું સત્તાવાર રીતે કાકા બની ગયો છું. અભિનેત્રી રકુલ પ્રીતે પણ કપિલ શર્માને શુભેચ્છા પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here