કપિલ શર્માએ તેના ડિજિટલ ડેબ્યુ શોનો ટીઝર વીડિયો શેર કર્યો : આ શો માટે 11 કિલો વજન પણ ઘટાડ્યું છે.

0
5

સોશિયલ મીડિયા પર ગુડ ન્યૂઝને લઈને કપિલ શર્માએ લોકોની જિજ્ઞાસા વધારી દીધી હતી. સૌ કોઈ કપિલ બીજી વાર પિતા બન્યો એવા અંદાજા લગાવી રહ્યા હતા, પણ આખરે કપિલે રહસ્ય પરથી પડદો હટાવ્યો છે. કપિલ શર્માએ તેના ડિજિટલ શોનો ટીઝર વીડિયો શેર કર્યો છે. જોકે તેમાં શોનું નામ નથી પણ કપિલ નેટફ્લિક્સના શો ‘દાદી કી શાદી’થી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે.

કપિલે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું, ‘અફવાઓ પર ભરોસો ન કરો ગાય્ઝ, માત્ર મારા પર વિશ્વાસ રાખો. હું નેટફ્લિક્સ પર આવી રહ્યો છું જલ્દી. આ છે આસ્પિસિયસ ન્યૂઝ.’

અગાઉ કપિલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘શુભ સમાચારને અંગ્રેજીમાં શું કહેવાય છે, કૃપા કરીને જણાવો.’ ત્યારબાદ લોકો એવું ધારી રહ્યા હતા કે આ ગુડ ન્યૂઝ કપિલ બીજી વાર પિતા બન્યો તે બાબતે હશે.

https://twitter.com/KapilSharmaK9/status/1345969815568019456?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1345969815568019456%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkapil-sharma-shared-a-teaser-video-of-his-digital-debut-show-has-also-lost-11-kg-for-the-show-128089882.html

11 કિલો વજન ઘટાડ્યું

કપિલે તેના શો ‘ધ કપિલ શર્મા શો’ના બિહાઈન્ડ ધ સીનના એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે, તેણે તેના વેબ શો માટે 11 કિલો વજન ઘટાડ્યું છે. કોમેડિયને કહ્યું હતું, ‘હું 92 કિલોથી 81 કિલો પર પહોંચી ગયો છું.’ આ સાથે જ કપિલે મજાક કરતાં કહ્યું હતું કે તેણે આ ટ્રાન્સફોર્મેશન વેબ શો માટે કર્યું છે.

20 કરોડ મળ્યા હોવાની ચર્ચા

OTT ડેબ્યુ માટે કપિલ શર્માને 20 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. આ શો જુલાઈ 2021માં રિલીઝ થઇ શકે છે. કપિલ તેના ટીવી શોમાંથી બ્રેક લઈને ડિજિટલ શોનું શૂટિંગ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here