Sunday, April 27, 2025
HomeદેશNATIONAL : દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ

NATIONAL : દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ

- Advertisement -

સગીર બાળકી પર દુષ્કર્મના પ્રયાસના વર્ષ 2021ના જૂના કેસની સુનાવણી સમયે અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામમનોહર નારાયમ મિશ્રાએ આપેલા ચૂકાદાએ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચાવ્યો છે. હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપતા કહ્યું હતું કે, કોઈ મહિલાના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવો, તેના કપડા ફાડી નાખવા, તેનો પલ્લું નીચે ખેંચવાનો પ્રયાસ કરવો, પાયજામાનું નાડું તોડવું એ દુષ્કર્મ અથવા દુષ્કર્મના પ્રયાસના ગુના હેઠળ નહીં આવશે.

કપિલ સિબ્બલ ભડક્યા

હવે આ મામલે વરિષ્ઠ વકીલ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘ભગવાન જ આ દેશને બચાવે, કારણ કે બેન્ચમાં આ પ્રકારના ન્યાયાધીશ વિરાજમાન છે! સુપ્રીમ કોર્ટ ભૂલ કરનારા ન્યાયાધીશો સામે ખૂબ જ નરમ રહી છે.’

કપિલ સિબ્બલે કહ્યું કે, ‘જજોએ, ખાસ કરીને હાઈકોર્ટના જજોએ આવી ટિપ્પણીઓ કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી સમાજમાં ખોટો મેસેજ જશે અને લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે.’તેમણે આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે આવી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવી અયોગ્ય છે, કારણ કે, વર્તમાન સમયમાં ન્યાયાધીશ જે કંઈ પણ કહે છે તેનાથી સમાજમાં એક સંદેશ જાય છે. જો ન્યાયાધીશો, ખાસ કરીને હાઈકોર્ટના ન્યાયાધીશો આવી ટિપ્પણીઓ કરશે, તો તેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે અને લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે.’શું છે સમગ્ર મામલો

સગીર બાળકી પર દુષ્કર્મના પ્રયાસના વર્ષ 2021ના જૂના કેસની સુનાવણી સમયે અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામમનોહર નારાયમ મિશ્રાએ આપેલા ચૂકાદાએ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચાવ્યો છે. ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે, કોઈ પીડિતાના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવો અથવા કપડાં ફાડી નાખવાના પ્રયાસને દુષ્કર્મનો ગૂનો કહી શકાય નહીં. તેને જાતીય સતામણી જરૂર કહી શકાય. આ સાથે ન્યાયાધીશે આરોપીઓ સામે મામૂલી આરોપો સાથે કેસ ચલાવવાના નિર્દેશ આપ્યા, જેમાં સજાની જોગવાઈ દુષ્કર્મના કેસ કરતાં ઓછી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular