Friday, April 19, 2024
Homeહાર્ટ અવરોધને કારણે કપિલદેવને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Array

હાર્ટ અવરોધને કારણે કપિલદેવને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

- Advertisement -

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

ફોર્ટિસે કહ્યું, “ક્રિકેટર કપિલ દેવને 23 ઓક્ટોબરની રાત્રે 1 વાગ્યે ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટ (ઓખલા રોડ) લાવવામાં આવ્યા. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. તપાસ પછી રાત્રે જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.”

ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

1983માં વર્લ્ડ કપ અપાવ્યો હતો

પૂર્વ લેજન્ડ ઓલરાઉન્ડર કપિલની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પહેલી વખત વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલે 131 ટેસ્ટમાં 5,248 રન અને 225 વનડેમાં 3,783 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં 343 અને વનડેમાં 253 વિકેટ પણ પોતાના નામે કરી છે.

કપિલે 1994માં છેલ્લી મેચ રમી હતી

કપિલ દેવે 1 ઓક્ટોબર 1978ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ ક્વેટામાં વનડે રમી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે પહેલી ટેસ્ટ 1878માં જ 16 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ ફૈસલાબાદમાં રમ્યા હતા. કપિલે 1994માં ક્રિકેટમાંથી સન્યાસ લીધો. તેમણે અંતિમ વનડે મેચ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ફરીદાબાદમાં રમી હતી.

બોલીવુડમાં કપિલની બાયોપિક બની રહી છે

કપિલ દેવના જીવન પર બોલિવુડમાં બાયોપિક ફિલ્મ ’83’ બની રહી છે. જેમાં લીડ રોલમાં રણવીર સિંહ છે. ફિલ્મમાં 1983નો વર્લ્ડ કપ જીતવા પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે, તેથી ફિલ્મનું ટાઈટલ ’83’ રાખવામાં આવ્યું છે. કપિલને લઈને ત્રણ બાયોગ્રાફી ‘બાય ગોડ્સ ડિક્રી, ક્રિકેટ માય લાઈફ અને સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ’ પહેલાં જ લખાઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular