Friday, September 17, 2021
Homeકપ્પા વેરિઅન્ટ : ગુજરાતમાં હવે ડેલ્ટા બાદ નવા વેરિઅન્ટની એન્ટ્રીથી તંત્ર એલર્ટ
Array

કપ્પા વેરિઅન્ટ : ગુજરાતમાં હવે ડેલ્ટા બાદ નવા વેરિઅન્ટની એન્ટ્રીથી તંત્ર એલર્ટ

ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પા વેરિયન્ટે દેખા દીધી છે. ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના ય પાંચ કેસો નોંધાયા છે. મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ડેલ્ટામાંથી ફેરફાર થતાં કપ્પા વેરિયન્ટ મળી આવ્યો છે. જે હજુ ઘાતક પુરવાર થયો નથી.

કોવિડના વેરિઅન્ટ કેટલી હદે ઘાતક છે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને આઇસીએમઆર નક્કી કરે છે. આરોગ્ય વિભાગ નવા વેરિઅન્ટની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં અત્યારે તો કોરોનાએ લગભગ વિદાય લીધી છે પણ સંભવિત ત્રીજી લહેરને પગલે આરોગ્ય વિભાગ અત્યારથી જ સતર્ક બન્યું છે. મુખ્ય આરોગ્ય સચિવે જણાવ્યું કે, BSF ના જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતાં તે બધાંય નાગાલેન્ડથી આવ્યાં હતાં. આ જવાનોના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

બીએસએફના જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો છે. હાલ બધાય જવાનોને એક જ સૃથળે કવોરન્ટાઇન કરાયા છે. ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના ય પાંચ કેસો નોંધાયા છે ત્યારે સમગ્ર વિસ્તારમાં સઘન કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યુ છે. નવા વેરિયન્ટનુ સંક્રમણ વધે નહી તે માટે આરોગ્ય વિભાગે તકેદારી રાખી છે.

આરોગ્ય સચિવે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, કોરોનાના વેરિયન્ટ કેટલી ઘાતક છે, કેટલી ઝડપે ફેલાય છે, વાયરસમાં કેટલો બદલાવ આવ્યો છે તે હુ અને એમસીઆર નક્કી કરે છે. અત્યાર સુધી તો કપ્પા વાયરસ ઘાતક પુરવાર થઇ શક્યો નથી. આરોગ્ય વિભાગે ખાસ કાળજી રાખી છે. કપ્પા વાયરસથી સંક્રમિત દર્દીઓ સાજા થઇને ઘેર પહોંચ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments