પ્રમોશનમાં વ્યસ્ત થયા કરણ અને સહર

0
0

બોલીવૂડમાં સમયાંતરે સ્ટાર સંતાનો એન્ટ્રી કરતાં રહે છે. સની દેઓલનો પુત્ર કરણ દેઓલ પણ ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મથી હીરો બનીને આવી રહ્યો છે. આ ફિલ્મ હવે રિલીઝ થવાની તૈયારીમાં હોઇ કરણ પ્રમોશનમાં ખુબ ધ્યાન આપી રહ્યો છે. તે સોૈથી પહેલા ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોના મંચ પર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો

. તેની સાથે હિરોઇન સહર બાંબા અને પિતા સની દેઓલ પણ હતાં. કરણે આ શોના જજ કરીના કપૂર સાથે સેલ્ફી લીધી હતી. કરણે ઇંસ્ટાગ્રામ પર આ સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું હતું કે પ્રમોશનની શરૂઆત માટે આનાથી વધુ સારું શું હોઇ શકે કે તમે જ્યારે તમારી ફેવરીટ અભિનેત્રી સાથે તમે સેટ પર હોવ. આ તસ્વીરમાં કરણ, કરીના સાથે હિરોઇન સહર બંબા પણ છે.તેની પણ આ પહેલી ફિલ્મ છે. પલ પલ દિલ કે પાસ લવસ્ટોરી છે. જેનું નિર્દેશન ખુદ સની દેઓલે કર્યુ છે. ૨૦મી સપ્ટેમ્બરે આ ફિલ્મ આવી રહી છે. સનીએ ફિલ્મનું ઘણું ખરૂ શુટીંગ મનાલીમાં કર્યુ છે. તેને મનાલી ખુબ ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here